Breaking News : 14000 રન બનાવનારા ભારતીય ક્રિકેટરે અચાનક નિવૃત્તિ જાહેર કરી, ગુજરાત ક્રિકેટને મોટો ફટકો
ભારતીય ક્રિકેટ જગત સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક અનુભવી ડોમેસ્ટિક ક્રિકેટરે અચાનક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી લગભગ 17 વર્ષ ચાલી, જે દરમિયાન તેણે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી હતી.

તાજેતરમાં જ ભારતના દિગ્ગજ ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. હવે, ભારતના વધુ એક સ્ટાર ખેલાડીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને આ માહિતી આપી. આ ખેલાડીની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી ખૂબ જ યાદગાર રહી અને તેણે પોતાની ટીમની સફળતામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

અનુભવી ક્રિકેટર પ્રિયંક પંચાલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો, જેનાથી તેની લાંબી અને શાનદાર કારકિર્દીનો અંત આવ્યો. પ્રિયાંક પંચાલ સ્થાનિક ક્રિકેટમાં ગુજરાત માટે એક મજબૂત સ્તંભ રહ્યો છે. તેણે પોતાના બેટથી ઘણી યાદગાર ઈનિંગ્સ રમી અને ઘણી વાર ટીમને વિજય અપાવ્યો.

પ્રિયાંક પંચાલની ટેકનિક, ધીરજ અને નિયમિતતાએ તેને ભારતીય ઘરેલુ ક્રિકેટમાં એક વિશ્વસનીય નામ બનાવ્યું. પ્રિયાંકે ઈન્ડિયા-A માટે પણ ઘણા પ્રભાવશાળી પ્રદર્શન કર્યા, જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું. જોકે, તે ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી શક્યો નહીં.

પ્રિયાંક પંચાલે પોતાની કારકિર્દીમાં કુલ 127 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. આ દરમિયાન, તેણે 45.18ની સરેરાશથી 8856 રન બનાવ્યા, જેમાં 34 અડધી સદી અને 29 સદીનો સમાવેશ થાય છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 16 વિકેટ પણ લીધી હતી. પ્રિયંક પંચાલે 2023 પછી કોઈ લિસ્ટ A અને T20 મેચ રમી નથી. લિસ્ટ A માં, તેણે 97 મેચોમાં 3672 રન અને T20માં 1522 રન બનાવ્યા છે. એટલે કે તેણે પોતાના ઘરેલુ કારકિર્દીમાં 14000 થી વધુ રન બનાવ્યા છે.

2021માં દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં પણ પ્રિયાંક પંચાલની પસંદગી કરવામાં આવી હતી. રોહિત શર્મા ઘાયલ થયા બાદ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. (All Photo Credit : ESPN
IPL બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે, જ્યાં પાંચ મેચની ટેસ્ટ સીરિઝ યોજાશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
