28 છગ્ગા, 204 રન… વૈભવ સૂર્યવંશીનો ડબલ ધમાકો, માત્ર 51 બોલમાં બેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ UAE સામે ઐતિહાસિક બેટિંગ કરી છે. તેણે માત્ર 28 બોલમાં સદી અને 51 બોલમાં બેવડી સદી પૂરી કરી હતી. વૈભવે 53 બોલમાં 204 રન ફટકાર્યા, જેમાં 28 છગ્ગા સામેલ હતા. આ સાથે તેણે લિસ્ટ-A ક્રિકેટમાં અનેક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા.

દોહામાં UAE સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ 15 વર્ષની ઉંમરે એવો ધમાકો કર્યો કે ક્રિકેટ જગત ચોંકી ગયું છે. તેણે માત્ર 28 બોલમાં સદી અને 51 બોલમાં બેવડી સદી ફટકારી સૌથી ઝડપી સદી અને બેવડી સદીનો રેકોર્ડ બનાવ્યો હતો.

વૈભવે 53 બોલમાં 204 રન બનાવ્યા.વૈભવે પોતાની ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. એક જ ઇનિંગમાં આટલા છગ્ગા ફટકારીને તેણે લિસ્ટ-A ક્રિકેટમાં નવો રેકોર્ડ બનાવ્યો.

આ પહેલાં લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદીનો રેકોર્ડ ન્યુઝીલેન્ડના ચાડ બોયસના નામે હતો. તેણે 103 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી. વૈભવે આ રેકોર્ડ તોડી નાખ્યો હતો.

વૈભવે માત્ર 16 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે આક્રમક બેટિંગ ચાલુ રાખી અને 28 બોલમાં સદી ફટકારી. આ સાથે તેણે જેક ફ્રેઝર-મેકગર્કનો 29 બોલમાં સદીનો રેકોર્ડ તોડ્યો હતો.

આટલેથી જ વૈભવ અટક્યો નહોતો. તેણે માત્ર 40 બોલમાં 150 રન પૂરા કર્યા હતા. આ સાથે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ પણ તોડી નાખ્યો.

15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ પોતાની 53 બોલની ઇનિંગમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. એક ઇનિંગમાં 28 છગ્ગા ફટકારીને તેણે પ્રોફેશનલ ક્રિકેટનો નવો રેકોર્ડ બનાવ્યો.

એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો અગાઉનો રેકોર્ડ તન્મય અગ્રવાલના નામે હતો. તેણે 26 છગ્ગા ફટકાર્યા હતા. વૈભવે 28 છગ્ગા સાથે આ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

UAEએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 249 રન બનાવ્યા હતા. ભારત-Aને જીતવા માટે 250 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. વૈભવની તોફાની ઇનિંગના આધારે ભારત-Aએ માત્ર 14.2 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. (PC:X/BCCI)
Breaking news: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ રચ્યો ઇતિહાસ, માત્ર 28 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારી તોડ્યો વર્લ્ડ રેકોર્ડ
