નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવવા CM ભૂપેન્દ્ર પટેલે લીધી નર્મદા કેનાલની મુલાકાત, જુઓ તસવીર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાની જાત માહિતી મેળવીને સ્થળ પર જ સમીક્ષા માટે ગોરજ નજીક નર્મદા કેનાલની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા. નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું.

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 20, 2024 | 7:51 PM
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ સુવિધાઓના સુદૃઢીકરણના કુલ રૂપિયા 1400 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત રૂપિયા 377.65 કરોડનાં પ્રથમ તબક્કાની પ્રગતિ હેઠળની કામગીરીની સમીક્ષા અને જાત માહિતી મેળવવા માટે ગોરજ ગામ નજીકની સોર્સ-1 કેનાલ તથા હાંસલપુર નજીક સોર્સ-3 ની મુલાકાત પ્રત્યક્ષ લીધી હતી.

1 / 8
મુખ્યમંત્રીએ ફતેવાડી-નળકાંઠા વિસ્તારમાં સિંચાઈ પ્રોજેક્ટ અંતર્ગત થયેલી કામગીરી અંગે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન કે. કૈલાસનાથન, નિગમના એમ ડી.  મુકેશ પુરી, ડાયરેક્ટર પાર્થિવ વ્યાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

2 / 8
મુખ્યમંત્રીએ આ ચર્ચાઓ દરમિયાન કામોની ગુણવત્તા તથા ઝડપી પ્રગતિ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો.

3 / 8
નર્મદા નહેર અને ફતેવાડી નહેર યોજના વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદૃઢ કરવા માટે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં સિંચાઈથી વંચિત નળકાંઠાના 11000 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.

4 / 8
આ પ્રોજેક્ટથી સાણંદ તાલુકાનાં 14 ગામ, વિરમગામ તાલુકાનાં 13 ગામ તથા બાવળા તાલુકાનાં 12 ગામ મળી નળકાંઠાના કુલ-39 ગામોની આશરે 35000 હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે.

5 / 8
હાલમાં ચાલી રહેલી ફેઇઝ-1ની કામગીરી પૂર્ણ થતાં આશરે 12000 હેક્ટર વિસ્તારમાં નર્મદાના પાણી વડે સિંચાઈનો લાભ મળતો થશે. આ ફેઇઝ-1 ની કામગીરી માટે રૂપિયા 377.65 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

6 / 8
એટલું જ નહિં, અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટની 65 ટકા કામગીરી પૂરી થઈ છે. ઓગસ્ટ-2025 માં પ્રથમ તબક્કો પૂર્ણ થશે. રૂપિયા 1027 કરોડના બીજા તબક્કાનું કામ ચાલું વર્ષના અંતમાં શરૂ થશે.

7 / 8
મુખ્યમંત્રીની આ મુલાકાત વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનાં પ્રમુખ  કંચનબા વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, નર્મદા નિગમના ઉચ્ચઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

8 / 8
Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા

કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ

ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ

ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર

માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન

સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ

14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત

Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ

શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન

જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો

g clip-path="url(#clip0_868_265)">