“એક ભારત શ્રેષ્ઠ ભારત” સંકલ્પ સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ સંપન્ન
“એક ભારત શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરતો ત્રિ-દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ સંપન્ન થયો છે. પરંપરાગત લોક કલાને આધુનિક આયામો સાથે નવી પેઢી સુધી પહોંચાડી “વિરાસત ભી, વિકાસ ભી”નો ધ્યેય પાર પાડવાનો સરાહનીય પ્રયાસ મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો.

દેશભરના રાજ્યોના લોક કલાકારોએ ઇન્ડિયન ફોક કાર્નિવલમાં પોતાના પારંપારિક લોકનૃત્યો અને લોકકલાની અમદાવાદમાં પ્રસ્તુતિ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની “એક ભારત, શ્રેષ્ઠ ભારત” સંકલ્પના સાકાર કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્નિવલના સમાપન અવસરે ઉપસ્થિત રહીને વિવિધ કલા પ્રસ્તુતિઓ માણી હતી. તેમણે આવી પરંપરાગત લોકકલાને નવી પેઢી સુધી પહોંચાડવા આધુનિક આયામો સાથેના આ ઇન્ડિયન ફોક કાર્નિવલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “વિરાસત ભી, વિકાસ ભી”ના ધ્યેયને પાર પાડનારું પ્રસંશનીય આયોજન ગણાવ્યું હતું.

લોકકલા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સહયોગથી અમદાવાદમાં યોજાયેલા ત્રિ - દિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલમાં દેશભરના 1 હજારથી વધુ લોક કલાકારો સહભાગી થયા હતા.આપણી ભવ્ય અને ભાતીગળ ઇતિહાસ ધરાવતી લોકકલાને મલ્ટી મીડિયાના મેગા શો દ્વારા નવી જનરેશન સુધી પહોંચાડવા માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ માટે લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.આ કાર્નિવલમાં પહેલા દિવસે ગુજરાતના લોકનૃત્યો, બીજા દિવસે આદિવાસી લોકનૃત્યો અને ત્રીજા દિવસે દેશના જુદાં જુદાં રાજ્યોના પરંપરાગત લોકનૃત્યોની કલા પ્રસ્તુતિ લોકોએ મનભરીને માણી હતી.

અમદાવાદમાં યોજાયેલા આ ઇન્ડિયન ફોક કાર્નિવલના ત્રીજા અને અંતિમ દિવસે સમાપન સમારોહમાં અમદાવાદનાં મેયર પ્રતિભાબહેન જૈન, ગુજરાત લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક તથા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, પદ્મશ્રીથી સન્માનિત વિખ્યાત લોક કલાકાર ભીખુદાનભાઈ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મોટી સંખ્યામાં લોકકલાકારો, કલાજગત સાથે સંકળાયેલા લોકો અને કલાપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો