Parineeti Chopra in Farm: ગ્લેમરની દુનિયા છોડીને ખેતરમાં પહોંચી આ અભિનેત્રી, શાકભાજી સાથે શેયર કરી આવી તસવીર
અભિનેત્રી (Parineeti Chopra) ગ્લેમરસ લાઈફ છોડીને પિતાના ફાર્મ હાઉસ પહોંચી ગઈ હતી. જ્યાં અભિનેત્રીએ શાકભાજીની ઘણી તસવીરો શેયર કરી છે. પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાએ પણ કોમેન્ટ કરી છે.

Parineeti Chopra in Farm: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાની (Parineeti Chopra) લેટેસ્ટ તસવીરો જેણે પણ જોઈ છે તે તેના વખાણ કરતા થાકતા નથી. અભિનેત્રી ગ્લેમરસ લાઈફ છોડીને પિતાના ફાર્મ હાઉસ પહોંચી ગઈ હતી. જ્યાં અભિનેત્રીએ શાકભાજીની ઘણી તસવીરો શેયર કરી છે. જુઓ પરિણીતી ચોપરાએ ફોર્મમાં પહોંચ્યા પછી શું કર્યું.

પરિણીતી ચોપરા તેના પિતા પવન ચોપરાના ફાર્મ હાઉસ પહોંચી હતી. એક્ટ્રેસે ફાર્મ હાઉસની ઘણી તસવીરો શેયર કરી છે. જેમાં તે ઝાડ સાથે જોવા મળી રહી છે.

આ સાથે અભિનેત્રીએ ફાર્મ હાઉસમાં ઉગાડવામાં આવતી કેટલીક શાકભાજીની તસવીરો પણ શેયર કરી છે. જેમાં રીંગણ, ભીંડા અને મરચાં જોવા મળે છે.

આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'મારા પિતાના ફાર્મ હાઉસમાં મજા કરી રહી છું. પિતાએ આ શાકભાજી ઉગાડ્યા, હું ખૂબ ખુશ છું. તે જિનિયસ છે.

પરિણીતી ચોપરાની આ તસવીરો પર પિતરાઈ બહેન પ્રિયંકા ચોપરાએ કોમેન્ટ કરી- 'વાહ.'