‘કાલીન ભૈયા’નો નવો લુક જોઈ ચાહકોને આવી રણવીર સિંહની યાદ, જુઓ ફોટો
પંકજ ત્રિપાઠીએ પોતાના નવા લુકથી માત્ર પોતાના ચાહકોને જ નહીં, પરંતુ રણવીર સિંહને પણ આશ્ચર્યચકિત કરી દીધો છે. 'કાલીન ભૈયા'ની લાલ ધોતી અને લીલા રંગની કેપની નવી સ્ટાઈલ દરેકનું ધ્યાન ખેંચી રહી છે.

પંકજ ત્રિપાઠીનું નામ હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે તેની ચર્ચાનું કારણ ફિલ્મ , વેબસીરિઝ કે બીજું કોઈ નહી પરંતુ તેની અતરંગી સ્ટાઈલ બની છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 મિલિયન ફોલોવર્સ છે. જે તેની દરેક અપટેડ માટે ઉત્સાહિત રહે છે. પરંતુ આ વખતે પંકજ ત્રિપાઠીએ પોતાના નવા અંદાજથી સૌને ચોંકાવી દીધા હતા.

પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લુક શેર કર્યો છે. ફોટોમાં તે બ્લેક નેટના શર્ટની સાથે ગ્રીન કલરનું લોન્ગ કોટ અને રેડ સલવાર પહેરતો જોવા મળી રહ્યો છે. તેના માથા પર ટોપી પણ છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું એક નવી શરુઆત

અભિનેતાના આ પોસ્ટ પર લોકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે. તેમજ 90ની ફેમસ અભિનેત્રી ભાગ્યશ્રીએ કોમેન્ટ કરી લખ્યું ઓ માય ગોડ, શું વાત છે. કેટલાક ચાહકોને આ પોસ્ટ ખુબ પસંદ પણ આવી રહી છે. મતલબ કે પંકજ ત્રિપાઠીનો લુક પસંદ આવી રહ્યો છે. આ પોસ્ટ પર સેલિબ્રિટીઓ પણ રિએક્શન આપી રહ્યા છે.

રણવીર સિંહ હંમેશા પોતાની અતરંગી ફેશન સ્ટાઈલને લઈ ચર્ચામાં રહે છે. કાલીન ભૈયાની આ પોસ્ટ પર અભિનેતાએ પણ કોમેન્ટ કરી છે. તેમણે કહ્યું આ શું છે ગુરુજી તમે તો બગડી ગયા? કારણે કે અભિનેતા રણવીર સિંહ પણ પોતાની સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે.

જો કાલીન ભૈયાના વર્કફ્રન્ટની આપણે વાત કરીએ તો. તેઓ હાલમાં ફિલ્મ નિર્માતા અનુરાગ બસુની ફિલ્મ મેટ્રો ઈન ધ ડિનોમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે કોંકણા સેન શર્મા સાથે કામ કર્યું હતુ.

તેમજ ક્રિમિનલ જસ્ટીસની ચોથી સીઝનમાં પણ જોવા મળ્યા હતા. હવે તે ટુંક સમયમાં મિર્ઝાપુર ફિલ્મ અને અદિતિ રાવ હૈદરી સાથે જોવા મળશે.
કાલીન ભૈયાનો આવો છે પરિવાર ,પંકજ ત્રિપાઠીને મિર્ઝાપુરે બનાવ્યો મોટો સ્ટાર જુઓ પરિવાર અહી ક્લિક કરો
