પંકજ ત્રિપાઠી
બોલિવૂડના જાણીતા એક્ટર પંકજ ત્રિપાઠીનો જન્મ 5 સપ્ટેમ્બર 1976ના રોજ બેલસંડ, બિહારમાં થયો છે. માતાનું નામ હેમવંતી તિવારી અને પિતાનું નામ બનારસ તિવારી છે. તેના ચાર બાળકોમાંથી પંકજ બધાથી નાના છે. તેના પિતા એક ખેડૂત અને પુજારીના રુપમાં કામ કરતા હતા. તહેવારોની સિઝનમાં પંકજ ગામના નાટકોમાં એક છોકરીની ભૂમિકા ભજવતા હતા. ધોરણ-9માં તેને તિવારી સરનેમ બદલીને ઓફિશિયલી રીતે ‘ત્રિપાઠી’ કરી લીધી છે.
પંકજ ત્રિપાઠીએ રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં ભણવા દિલ્હી ગયા ત્યાંથી તેમણે વર્ષ 2004માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. હિન્દી સિનેમામાં તેમની પ્રથમ ભૂમિકા ટાટા ટીની જાહેરાતમાં રાજકારણી તરીકેની હતી. તેઓ પોતાની કરિયરની શરુઆતમાં નાની ભૂમિકામાં દેખાયા હતા. જેમાં બંટી-બબલી, અપહરણ, શૌર્ય, રાવણ, ઓમકારા, આક્રોશ વગેરેનો સમાવેશ થાય છે.
તેઓ સિરિયલમાં પણ જોવા મળ્યા હતા. જેમ કે જિંદગી કા હર રંગ… ગુલાલ અને સરોજિનીમાં પણ જોવા મળ્યા હતા. ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા. તે તેના માટે સફળ સાબિત થઈ. ત્યાર પછી તેણે દબંગ 2, ગુંડે, સિંઘમ રિટર્ન જેવી ફિલ્મોમાં પણ ભૂમિકા નિભાવી છે. તેમને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. મૈં અટલ હુંમાં તેમણે અટલ બિહારી વાજપેયીની મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમજ તેમણે ઓએમજી 2માં પણ લિડ રોલ ભજવ્યો છે.
ત્રિપાઠી તેમની પત્ની મૃદુલાને 1993માં લગ્ન સમારંભ દરમિયાન મળ્યા હતા. તેઓ બંને કોલેજમાં હતા ત્યારે 15 જાન્યુઆરી 2004ના રોજ તેમના લગ્ન થયા હતા. લગ્ન પછી તેઓ મુંબઈ રહેવા ગયા અને તેમને આશી ત્રિપાઠી નામની પુત્રી પણ છે.