Madhuri Dixit Photos : ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે સ્માઈલથી જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
Madhuri Dixit Photos : 'ધકધક ગર્લ' આજે પણ પોતાની સ્ટાઈલથી લાખો દિલો પર રાજ કરે છે. હાલમાં તેની તસવીરો પરથી નજર દૂર કરવી મુશ્કેલ બની રહી છે. માધુરી દીક્ષિતનો (Madhuri Dixit) લુક ઘણો વાયરલ થઈ રહ્યો છે.

માધુરી દીક્ષિત બોલિવુડની સ્ટાઈલિશ અભિનેત્રીઓમાંની એક છે. તેની ફેશન સેન્સ અદભૂત છે. માધુરી દીક્ષિત તેના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હાલમાં ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવે છે. 55ની ઉંમરમાં પણ માધુરી પોતાની સ્ટાઈલ, આઉટફિટ અને ફેશનથી લોકોને ઘાયલ કરી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિતે બ્લૂ ટાઈ અને ડાઈ સૂટમાં તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેના સૂટની ડિઝાઈન ક્લાસી લુક આપી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

લેટેસ્ટ ફોટોમાં તેનો લુક જોઈને તમે પણ તેના દિવાના બની જશો. માધુરી આ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Madhuri Dixit Instagram)

માધુરી દીક્ષિતના આ લુકને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત અવાર-નવાર પોતાની સ્ટાઈલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. (Image: Madhuri Dixit Instagram)