Virushka Love Story : ફ્રેન્ડશીપ, પ્રેમ અને બ્રેકઅપ, વિરુષ્કાની લગ્ન સુધીની સફર આસાન ન હતી, પહેલી જ મુલાકાતમાં થયો હતો ઝગડો

રબને બના દી જોડીમાં વિશ્વના પ્રખ્યાત ક્રિકેટરોમાં સામેલ વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માનું નામ પણ સામેલ છે. આજે આપણે વિરાટ અને અનુષ્કાની વિરુષ્કા બનવાની સફર વિશે વાત કરીશું, જાણીએ કે બંનેની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ અને તેમની પહેલી મુલાકાત ક્યારે, ક્યાં અને કેવી રીતે થઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 19, 2023 | 12:11 PM
વિરાટ અને અનુષ્કાની લવસ્ટોરી ખૂબ જ રસપ્રદ અને ફિલ્મી છે. કહેવાય છે કે પહેલી મુલાકાતમાં અનુષ્કાએ વિરાટને એટીટ્યુડ બતાવ્યો હતો. પરંતુ જ્યારે બંને વચ્ચે મુલાકાતો વધી ત્યારે અનુષ્કાને ખબર પડી કે તે વિરાટ માટે અને વિરાટ તેના માટે બની છે. અનુષ્કાને ખબર પડી કે વિરાટ એકદમ અલગ વ્યક્તિ છે.

1 / 9
  કોહલી જ્યારે અનુષ્કાને પહેલીવાર મળ્યો ત્યારે તે નર્વસ હતો. તેણે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતની કબૂલાત કરી હતી.2013ની વાત છે જ્યારે વિરાટ કોહલી અનુષ્કાને પહેલી વાર મળ્યો હતો. બંનેની પહેલી મુલાકાત શેમ્પૂ બ્રાન્ડની ટીવી એડના શૂટિંગ દરમિયાન થઈ હતી.

2 / 9
 કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમમાં એક અલગ જ ઓળખ બનાવી હતી. આ સાથે અનુષ્કાએ પણ પોતાના દમદાર અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રથમ મુલાકાત દરમિયાન વિરાટ ખૂબ જ નર્વસ હતો. તેણે કહ્યું કે તેની નર્વસનેસ ઓછી કરવા માટે મેં મજાક કરી. પરંતુ તે મજાક વાતાવરણને સુધારવાને બદલે તેને વધુ બગાડી ગઈ હતી.

3 / 9
કોહલીની મજાકને કારણે વાતો બગડવા લાગી હતી, પરંતુ પછી કોહલીએ કોઈક રીતે મામલો સંભાળી લીધો અને તે પછી બંને સારા મિત્રો બની ગયા.મામલો આગળ વધતાં વર્ષ 2014માં અનુષ્કા પણ વિરાટ કોહલીને મેલબોર્નમાં ક્રિકેટ રમતા જોવા ગઈ હતી. અહીં મેચ દરમિયાન જ્યારે કોહલીએ સદી ફટકારી ત્યારે તેની સદી પૂરી કર્યા બાદ વિરાટે સ્ટેડિયમમાં હાજર અનુષ્કાને ફ્લાઈંગ કિસ કરી હતી. આ પહેલી વાર હતું જ્યારે વિરાટે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આ મેચ બાદ બંને વચ્ચે નિકટતા વધવા લાગી.

4 / 9
બંને વચ્ચેના અફેરની અફવાઓએ જોર પકડ્યું હતું. પ્રેમમાં ગળાડૂબ અનુષ્કા અને વિરાટ પણ પોતાના પ્રેમને દુનિયાની નજરથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને છુપાઈને મળતા હતા. ફેબ્રુઆરી 2014માં બંને એક પ્રેમી યુગલની જેમ ન્યુઝીલેન્ડની ગલીઓમાં હાથ જોડીને ચાલતા જોવા મળ્યા હતા. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે હતી.

5 / 9
વર્ષ 2014ની વાત છે, જ્યારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, ત્યારે અનુષ્કા પણ ભારતીય ક્રિકેટ ટીમને સપોર્ટ કરવા આવી હતી. તે દરમિયાન વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. વિરાટ આ સિરીઝમાં કંઈ ખાસ કરવામાં સફળ રહ્યો નથી. આ પછી વિરાટ અને અનુષ્કાને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. અનુષ્કા લોકોના નિશાના પર આવી ગઈ હતી. વિરાટના ખરાબ ફોર્મ માટે અનુષ્કાને જવાબદાર ગણવામાં આવી હતી. જો કે, અનુષ્કાને સપોર્ટ કરતી વખતે, વિરાટે આ ટીકાકારોને ઘણી વખત યોગ્ય જવાબ આપ્યો હતો.

6 / 9
2016ની શરૂઆતમાં વિરાટ અને અનુષ્કાના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું હતું. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું- 'હાર્ટ બ્રોકન'. થોડા સમય પછી, તેણે આ ફોટો ડિલીટ કરી દીધો અને તે જ ફોટો ફરીથી પોસ્ટ કર્યો. આ સાથે કોહલીએ લોકોની માફી પણ માંગી હતી. તે દરમિયાન, વિરાટ અને અનુષ્કાનું ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરવું અને સાથે ન જોવાનું એ સંકેત આપી રહ્યું હતું કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. ત્યારે તેમના બ્રેકઅપના સમાચાર મીડિયા જગતમાં ધૂમ મચાવા લાગ્યા હતા.

7 / 9
જ્યારે બંને ફિલ્મ અભિનેત્રી હેઝલ કીચ અને પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના લગ્નમાં એક સાથે જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને જોઈને તેના ચાહકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બંનેના પેચઅપના સમાચારે ફરી ધૂમ મચાવી દીધી.ત્યારબાદ 2017માં એવા સમાચાર આવ્યા જેની તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 11 ડિસેમ્બર 2017 ના રોજ બંને લગ્ન કર્યા હતા.

8 / 9
 બંનેએ પસંદગીના મિત્રો અને સંબંધીઓની સામે શપથ લીધા હતા અને જીવનભર એકબીજા સાથે રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમની પુત્રી વામિકાનો જન્મ 11 જાન્યુઆરી 2021ના રોજ થયો હતો. દીકરીના જીવનમાં આવવાથી બંને ખૂબ જ ખુશ છે. જ્યારે પણ બંને એકસાથે જોવા મળે છે, ત્યારે તેમના ચાહકોના મોઢામાંથી એક જ વાત નીકળે છે, 'રબ ને બના દી જોડી'.

9 / 9
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">