આખા પરિવારનું નામ મેષ રાશિ પરથી, 50 વર્ષની ઉંમરે આજે પણ કુંવારી છે અભિનેત્રી, આવો છે પરિવાર
અભિનેત્રી અમીષા પટેલ આજે 9 જૂને પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.જાણો તેના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી રસપ્રદ વાતો.અમીષા પટેલે બ્લોકબસ્ટર ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અમીષા પટેલનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે.

અમીષા પટેલના પિતા ગુજરાતી અને માતા સિંધી-પંજાબી છે.તેના ભાઈનું નામ અશ્મિત પટેલ છે.અમીષા પટેલ વકીલ અને રાજકારણી બેરિસ્ટર રજની પટેલની પૌત્રી છે.જે મુંબઈના કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ હતા. અમીષાનો જન્મ 9 જૂન 1975ના રોજ થયો હતો.

અમીષાએ 2000માં ફિલ્મ "કહો ના પ્યાર હૈ" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.આ ફિલ્મથી તેણીને સફળતા મળી અને ઘણી અન્ય સફળ ફિલ્મોમાં પણ કામ કર્યું.આજે પણ અમીષા બોલિવુડમાં હિટ ફિલ્મો આપી રહી છે.

બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલના પરિવાર વિશે જાણો

અમીષાની કારકિર્દી વિશે, તેણીએ કહ્યું કે તે એક વ્યસ્ત મહિલા છે.તેમણે એમ પણ કહ્યું કે તેને લગ્ન કરવાની કોઈ જરૂર નથી અને તે તેના જીવનથી ખુશ છે.

અમીષા પટેલને તેના પિતા અમિત પટેલ અને માતા આશા પટેલ તરફથી પણ કેટલાક વિવાદોનો સામનો કરવો પડ્યો છે. અભિનેત્રીએ તેના પિતા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે તેની મિલકતનો દુરુપયોગ કર્યો હતો.અમીષા પટેલ એક સફળ અભિનેત્રી છે જે તેના જીવનથી ખુશ છે અને લગ્ન કરવા માંગતી નથી.

અમીષા પટેલનો જન્મ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થયો હતો અને નાની ઉંમરથી જ તે ભરતનાટ્યમ શીખી હતી. તેનું નામ તેના પિતાના નામ અમિતના પહેલા ત્રણ અક્ષરો અને તેની માતાના નામ આશાના છેલ્લા ત્રણ અક્ષરોનું મિશ્રણ છે,

અભિનેત્રી અમીષા પટેલે મુંબઈની કેથેડ્રલ અને જોન કોનન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો,તે પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં બોસ્ટનમાં ટફ્ટ્સ યુનિવર્સિટીમાં બાયો-જેનેટિક એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો,તેમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો.અહીં તેમણે પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે અર્થશાસ્ત્રમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમીષા પટેલે જાણીતી ભારતીય બ્રાન્ડ્સ માટે મોડેલિંગ પણ કર્યું છે.

અમીષા પટેલના દાદા રજની પટેલ એક વકીલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા. 1986માં મુંબઈમાં એક શેરી 'બેરીસર રજની પટેલ માર્જ' તેમના નામ પરથી રાખવામાં આવી હતી.

2001માં અમીષા પટેલ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' માં જોવા મળી હતી. સની દેઓલ અભિનીત આ ફિલ્મમાં તેમણે સકીનાની ભૂમિકા સુંદર રીતે ભજવી હતી.આ ફિલ્મે તેની લોકપ્રિયતામાં વધુ વધારો કર્યો.આ ફિલ્મમાં તેની ભૂમિકા માટે અમીષાને ફિલ્મફેર સ્પેશિયલ પર્ફોર્મન્સ એવોર્ડ પણ મળ્યો હતો.

અમીષા પટેલ 50 વર્ષની થઈ ગઈ છે પણ તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.50 વર્ષની ઉંમરે પણ તે 25 વર્ષની દેખાય છે.અભિનેત્રી પોતાના સુંદર દેખાવ અને ટોનડ બોડીને જાળવી રાખવા માટે નિયમિતપણે કસરત કરે છે.

ઘણા વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યા પછી, અમીષાએ 2023માં ગદર 2 સાથે મોટા પડદા પર વાપસી કરી. આ ફિલ્મ પણ બ્લોકબસ્ટર રહી હતી.અમીષા પટેલ ઉદ્યોગપતિ નિર્વાણ બિરલા સાથેના તેના કથિત સંબંધોને કારણે ચર્ચામાં હતી.તેણે નિર્વાણ સાથેના તેના સુંદર ફોટા પણ શેર કર્યા હતા.બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેઓ પોતાની ડેબ્યૂ ફિલ્મથી રાતોરાત ઇન્ડસ્ટ્રીમાં પ્રખ્યાત થયા છે.તેમાંથી એક બોલિવુડ અભિનેત્રી અમીષા પટેલ છે.

અમીષા પટેલની કારકિર્દીની બીજી ફિલ્મ 'બદ્રી' હતી જે એક તેલુગુ ફિલ્મ હતી. આ ફિલ્મમાં અભિનેત્રી પવન કલ્યાણ સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી. આ પછી, અમીષા પટેલની ત્રીજી ફિલ્મ આવી જેણે ધૂમ મચાવી દીધી. આ ફિલ્મ 'ગદર: એક પ્રેમ કથા' હતી જેમાં અમીષા સની દેઓલ સાથે જોવા મળી હતી.

અશ્મિત પટેલ અમિત પટેલ અને આશા પટેલના પુત્ર છે, અને અભિનેત્રી અને મોડેલ અમીષા પટેલના નાનો ભાઈ છે, અશ્મિત પટેલ પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. અશ્મિત પટેલે 2017માં મહેક ચહલ સાથે સગાઈ કરી હતી, પરંતુ બંન્નેએ અમુક કારણોસર 2020માં તેમની સગાઈ તોડી નાખી હતી.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો






































































