Bollywood Celebs Lucky Charm: કોઈનું બ્રેસલેટ તો કોઈની નીલમની વીંટી છે ખાસ, જાણો બોલિવુડ સ્ટાર્સના લકી ચાર્મ વિશે
આજે અમે બોલીવુડના (Bollywood Celebs) એવા જ કેટલાક સ્ટાર્સ વિશે વાત કરીશું જેમને મહેનતની સાથે નસીબ પર પણ પૂરો વિશ્વાસ છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સ તેમના નસીબને ચમકાવવા માટે તેમના લકી ચાર્મને પોતાની સાથે રાખે છે.

સલમાન ખાન - બ્રેસલેટ - સલમાન ખાનનું લકી ચાર્મ ફિરોજા પથ્થરથી જડેલું ચાંદીનું બ્રેસલેટ છે. સારા નસીબ અને નકારાત્મકતાથી બચવા માટે સલમાન હંમેશા આ બ્રેસલેટ પોતાના હાથમાં પહેરે છે. આ બ્રેસલેટ સલમાનને તેના પિતા સલીમ ખાને આપ્યું હતું. (Image: Social Media)

કાજોલ- ડાયમંડ સ્ટડેડ ઓમ રીંગ - કાજોલ તેની ડાયમંડ સ્ટડેડ ઓમ રીંગને તેનો લકી ચાર્મ માને છે. આ વીંટી તેને તેના પતિ અજય દેવગને ગિફ્ટમાં આપી હતી. કાજોલ તેના જમણા હાથની આંગળીમાં આ લકી ચાર્મ પહેરે છે. એક્ટ્રેસનું માનવું છે કે તે માત્ર નસીબ જ નહીં પરંતુ તેને શાંત રહેવામાં પણ મદદ કરે છે. (Image: Social Media)

શાહરૂખ ખાન - લકી નંબર '555' - બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાન '555' નંબરને પોતાનો લકી ચાર્મ માને છે. તેથી જ તેમના વાહનોની નંબર પ્લેટમાં પણ આ નંબર હોય છે. સુપરસ્ટારે ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસમાં તેની બાઈકના લાયસન્સ પ્લેટ નંબરમાં '555' પણ હતો. (Image: Social Media)

વિદ્યા બાલન - હાશમી કાજલ - વિદ્યા બાલન હાશમી કાજલ (પાકિસ્તાની બનાવટની કાજલ)માં ખૂબ વિશ્વાસ રાખે છે. તે હંમેશા તેના લક માટે તેની આંખો પર કાજલ લગાવે છે. તમે તેને કોઈપણ ઈવેન્ટ કે પાર્ટીમાં જોશો તો તેના મેકઅપમાં હંમેશા કાજલ જોવા મળે છે. આ સિવાય તેને માળા સાથે પણ ખાસ લગાવ છે. વિદ્યા માને છે કે હાશમી કાજલ અને મણકાએ બોલીવુડ અને પર્સનલ લાઈફમાં તેનું જીવન બદલી નાખ્યું છે. (Image: Social Media)

આમિર ખાન - ડિસેમ્બર મહિનો -બોલિવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન માટે ડિસેમ્બર મહિનો તેના લકી ચાર્મ છે. આથી જ આમિર તેની ફિલ્મો ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ અથવા ક્રિસમસની આસપાસ રિલીઝ કરે છે. (Image: Social Media)

શિલ્પા શેટ્ટી- એમરાલ્ડ સ્ટડેડ રિંગ - શિલ્પા શેટ્ટીનું લકી ચાર્મ તેની પન્ના જડેલી વીંટી છે જે તે હંમેશા તેના જમણા હાથની આંગળીમાં પહેરે છે. આ વીંટી તેની માતાએ તેને ગિફ્ટમાં આપી હતી.એક્ટ્રેસનું માનવું છે કે આ વીંટી તેના કરિયરને એક નવો આયામ આપ્યો છે. (Image: Social Media)

રણબીર કપૂર - 8 નંબર - રણબીર કપૂર તેની માતા નીતુ કપૂરને પોતાનો લકી ચાર્મ માને છે. આવામાં તેના દરેક વાહનની સંખ્યા 8 છે. કારણ કે નીતુ કપૂરનો જન્મદિવસ 8મી જુલાઈએ છે. (Image: Social Media)

કેટરીના કૈફ - અજમેર શરીફ - કેટરીના કૈફ અજમેર શરીફને પોતાનું લકી ચાર્મ માને છે. તે પોતાની ફિલ્મ રિલીઝ પહેલા આશીર્વાદ લેવા અજમેર શરીફ પણ જાય છે. (Image: Social Media)

રણવીર સિંહ - કાળો દોરો - રણવીર સિંહ પોતાને નકારાત્મકતાથી બચાવવા માટે પોતાના પગ પર કાળો દોરો બાંધે છે. જો રિપોર્ટ્સનું માનીએ તો રણવીરની માતાએ જ્યારે તે વારંવાર બીમાર પડતો ત્યારે આ કાળો દોરો તેના પગની આસપાસ બાંધ્યો હતો. આ કાળો દોરો બાંધ્યા બાદ રણવીરને બીમારીઓથી મુક્તિ મળી અને ત્યારથી તે દોરાને પોતાના માટે લકી માને છે. (Image: Social Media)

દીપિકા પાદુકોણ- સિદ્ધિવિનાયક મંદિર - દીપિકા પાદુકોણ પણ નસીબમાં ઘણો વિશ્વાસ રાખે છે અને એક્ટ્રેસનું લકી ચાર્મ છે સિદ્ધિવિનાયક મંદિર. તેથી જ દીપિકા તેની કોઈપણ ફિલ્મની રિલીઝ પહેલા સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લે છે. (Image: Social Media)

ઋતિક રોશન - એક્સ્ટ્રા થમ્બ - ઋતિક રોશન તેના એક વધારાના અંગૂઠાને તેનો લકી ચાર્મ માને છે. જ્યારે એક્ટરને સર્જરી દ્વારા તેનો વધારાનો અંગૂઠો કાઢવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી. (Image: Social Media)

કરીના- સૈફ- 8 નંબર - લકી ચાર્મ્સની વાત કરવામાં આવે તો કરીના અને સૈફનું નામ પણ સામે આવે છે. તમને જણાવી દઈએ કે બંને સ્ટાર કપલ માટે 8 ખૂબ જ લકી નંબર છે. (Image: Social Media)

અમિતાભ બચ્ચન - સેફાયર સ્ટોન - બોલિવુડ એક્ટર અમિતાભ બચ્ચન સારા નસીબ માટે નીલમ સ્ટોન પહેરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અમિતાભને આ નીલમ સ્ટોનની વીંટી તેમના પિતા હરિવંશરાય બચ્ચને આપી હતી, જે તેમણે અત્યાર સુધી રાખી છે. (Image: Social Media)