સલમાન ખાન સાથે ડેબ્યુ કરી સ્ટાર બનેલી અભિનેત્રીના પરિવાર વિશે જાણો
બોલિવૂડની હિટ ફિલ્મ તેરે નામ સલમાન ખાનના કરિયરની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં ભૂમિકા ચાવલા જોવા મળી હતી, સલમાન ખાન અને ભૂમિકા ચાવલાની જોડીને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો હતો.

એક એવી અભિનેત્રી જેની ફિલ્મ સલમાન ખાન સાથે હિટ રહી હતી. તેમજ તેની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં ઉતાર ચઢાવ રહ્યા છે. તો ચાલો તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ. ભૂમિકા ચાવલાના પરિવાર વિશે જાણીએ.એક એવી અભિનેત્રી જેની ફિલ્મ સલમાન ખાન સાથે હિટ રહી હતી. તેમજ તેની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફમાં ઉતાર ચઢાવ રહ્યા છે. તો ચાલો તમને અભિનેત્રી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ. ભૂમિકા ચાવલાના પરિવાર વિશે જાણીએ.

ભૂમિકા ચાવલા એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે તેલુગુ સિનેમામાં તેના કામ માટે કેટલીક હિન્દી અને તમિલ ફિલ્મો માટે જાણીતી છે. તેમણે યુવકુડુ (2000) ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી અને ત્યારબાદ 2000ના દાયકાની શરૂઆતમાં તેલુગુ સિનેમાની અગ્રણી મહિલા સ્ટાર્સમાંની એક બની હતી.

ભૂમિકા ચાવલાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

ભૂમિકા ચાવલાનો જન્મ 21 ઓગસ્ટ 1978ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેના પિતા ભારતીય સેનામાં અધિકારી હતા અને તેના કારણે તેનું બાળપણ દેશના અલગ અલગ સ્થળમાં પસાર થયું છે. તે ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની છે. એક મોટો ભાઈ અને એક મોટી બહેન છે.અભ્યાસની સાથે સાથે, તેને કલામાં, ખાસ કરીને અભિનય અને ગ્લેમરની દુનિયામાં પણ રસ હતો.

21 ઓગસ્ટ 1978ના રોજ દિલ્હીમાં જન્મેલી ભૂમિકા ચાવલા એક પંજાબી છે. પરંતુ તેમણે તેલુગુ ફિલ્મ યુવાકુડુ (2000) થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે તમિલ ફિલ્મ બદ્રી (2001)માં કામ કર્યું હતુ.

તેની ફિલ્મોમાં કુશી (2001), ઓક્કાડુ (2003), સિંહાદ્રી (2003), તેરે નામ (2003), જય ચિરંજીવા (2005), સિલ્લુનુ ઓરુ કાધલ (2006), અનસૂયા (2007)નો સમાવેશ થાય છે.

બોલીવુડની શ્રેષ્ઠ રોમેન્ટિક ફિલ્મોમાંની એક 'તેરે નામ' છે, જેનો એક સમયે ખુબ જ ક્રેઝ જોવા મળ્યો હતો. ફિલ્મ 'તેરે નામ' સલમાન ખાનની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે અને સાઉથ અભિનેત્રી ભૂમિકા ચાવલાએ પણ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ભૂમિકા ચાવલાએ ફિલ્મ 'તેરે નામ'માં જબરદસ્ત અભિનય આપ્યો હતો

ભૂમિકા ચાવલાએ ફિલ્મમાં નિર્જરા ભારદ્વાજની ભૂમિકા ભજવી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આ ભૂમિકા સૌપ્રથમ 'ગદર' અભિનેત્રી અમિષા પટેલને ઓફર કરવામાં આવી હતી.

ફિલ્મ તેરે નામ માટે તેમને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ તેરે નામ પછી ભૂમિકાએ 'રન', 'દિલ ને જીસે અપના કહા', 'સિલસિલે' જેવી ફિલ્મો કરી. ભૂમિકાએ પોતાના કરિયરમાં હિન્દી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને પંજાબી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું છે.

હાલમાં, અભિનેત્રીએ લગ્ન કરી લીધા છે. તે લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, પરંતુ તે પાર્ટીઓ અને ઈવેન્ટથી દૂર રહે છે. તે સુખી લગ્ન જીવન જીવી રહી છે.

ભૂમિકા ચાવલાએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને યોગ શિક્ષક ભરત ઠાકુર સાથે 21 ઓક્ટોબર 2007ના રોજ દેવલાલી નાસિક ખાતે ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. આ દંપતીને એક પુત્ર છે.

ફિલ્મ જગતમાં પ્રવેશતા પહેલા, ભૂમિકાએ 1998 ના શો 'હિપ હિપ હુરે' માં કામ કર્યું હતું.

હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમ ભાષાઓમાં 50 થી વધુ ફિલ્મો કરી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રીની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો, તે લગભગ 15 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
