લો બોલો હવે રોબોટ બાળકોને પણ જન્મ આપશે, વૈજ્ઞાનિકો ટેકનોલોજી વિકસાવી રહ્યા છે
દુનિયા સાયન્સ અને ટેકનોલોજીના એક નવા વળાંક પર ઉભી છે. સાયન્સની મદદથી, દરરોજ કોઈને કોઈ ચમત્કાર થઈ રહ્યો છે જે માનવો દ્વારા કરવામાં આવતા કાર્યને પૂર્ણ કરી રહ્યો છે. જોકે, આ માનવ જીવન માટે પડકારજનક છે પરંતુ સાયન્સ ના વિકાસની દ્રષ્ટિએ તે સારું છે.

તાજેતરમાં, ચીની વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, તેમણે એક હ્યુમનોઇડ રોબોટ બનાવ્યો છે જે માનવ બાળકને જન્મ આપી શકે છે. ભલે તમને આ સાંભળી કોઈ ફિલ્મ જેવું લાગ્યું હોય પરંતુ આ સાચી વાત છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ કાઈવા ટેક્નોલોજીના ડો. ઝાંગ કિફેંગ કરી રહ્યા છે.તે જણાવે છે કે, રોબોટ પણ મહિલાની જેમ 10 મહિના સુધી પ્રેગ્નન્સી રાખવાની ક્ષમતા રાખે છે.

વૈજ્ઞાનિકોએ આ તકનીકમાં કૃત્રિમ ગર્ભાશયનો ઉપયોગ કર્યો છે.જેમાં ગર્ભનો વિકાસ સ્ત્રીના ગર્ભાશયની જેમ જ થાય છે. પ્રેગ્નન્સીના નવ મહિના સુધી બાળકને એક ખાસ ટ્યુબમાં રાખવામાં આવે છે. આ ટ્યુબ દ્વારા, તેને વિકાસ માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડવામાં આવે છે.

નિષ્ણાતોનો દાવો છે કે, હવે આ તકનીક પરિપક્વ તબક્કામાં છે અને તેને રોબોટના શરીરમાં એકીકૃત કરવા માટે પણ તૈયાર કરવામાં આવી છે.

ડૉ. ઝાંગ માને છે કે, તેમની ટીમે હ્યુમનોઇડ રોબોટ એવી રીતે ડિઝાઇન કર્યો છે કે તે પ્રેગ્નન્સીથી લઈને બાળકના ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં સક્ષમ છે. આ ટેકનોલોજી સરોગસી અને વંધ્યત્વ સારવારમાં મેડિકલ સાયન્સને ઘણો ફાયદો કરાવશે.

આનાથી કોને ફાયદો થશે. તો એવા કપલ માટે આ ફાયદાકારક રહી શકે છે, જે માતા-પિતા ન બની શકતા હોય. આ પ્રોટોટાઇપ ભવિષ્યમાં વંધ્યત્વની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહેલા કપલ માટે મદદરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ તે મેડિકલ સાયન્સની દિશા પણ બદલી શકે છે.

કંપની દ્વારા શેર કરેલી માહિતી મુજબ રોબોટ દ્વારા બાળકને જન્મ આપવાની સમગ્ર પ્રોસેસમાં અંદાજે 12 લાખ રુપિયાનો ખર્ચ થશે.
ગુજરાતી યુવાનોએ બનાવ્યો રેસ્ક્યૂ રોબોટ, વેંત જેટલી જગ્યામાં સેંકડો ફૂટ ઊંડાણમાં કરશે બચાવ કામગીરી અહી ક્લિક કરો
