ગુજરાતી યુવાનોએ બનાવ્યો રેસ્ક્યૂ રોબોટ, વેંત જેટલી જગ્યામાં સેંકડો ફૂટ ઊંડાણમાં કરશે બચાવ કામગીરી
સમયાંતરે સાંભળવા મળે છે કે બોરવેલમાં પડી જવાથી બાળકનું મોત થયું અથવા અત્યંત નાજુક હાલતમાં તેને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાઓનો મામલો અલગ-અલગ રાજ્યની હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.

સમયાંતરે સાંભળવા મળે છે કે બોરવેલમાં પડી જવાથી બાળકનું મોત થયું અથવા અત્યંત નાજુક હાલતમાં તેને કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું હતું. આ ઘટનાઓનો મામલો અલગ-અલગ રાજ્યની હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જે ખેડૂતો અથવા પરિવારો બોરવેલ ખોદીને તેને ખુલ્લા છોડી દે છે તેઓ પણ આ મામલામાં જવાબદાર છે. કોર્ટે આ મામલે ગાઇડલાઇન બહાર પાડી છે પણ બનાવ બનતા રહે છે. રેસ્ક્યુ પાછળ લાખોનું આંધણ કરવા છતાં બાળકોના જીવ બચાવવા મુશ્કેલ બની જાય છે ત્યારે સમસ્યાનો હલ કાઢવા ગુજરાતના 4 વિદ્યાર્થીઓએ માત્ર 8 હજારમાં રોબોટ તૈયાર કરી બાળકને સલામત બોરવેલમાંથી બહાર કાઢવાની ટેક્નોલોજી વિકસાવવાનો દાવો કર્યો છે. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
