Chanakya Niti : શું તમે જાણો છો કે માતા લક્ષ્મી કોના ઘરમાં વસે છે? જાણો ચાણક્ય શું કહે છે
આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમણે ચાણક્ય નીતિ નામનું પુસ્તક લખેલુ છે. આ પુસ્તકમાં જે વિષયો પર લખેલુ છે, તે આજના સમયમાં પણ દરેક વ્યક્તિને સારુ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે.

આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમણે ચાણક્ય નીતિ નામનું પુસ્તક લખેલુ છે. આ પુસ્તકમાં જે વિષયો પર લખેલુ છે, તે આજના સમયમાં પણ દરેક વ્યક્તિને સારુ જીવન જીવવા માટેનું માર્ગદર્શન આપે છે.

ચાણક્યના મતે, દેવી લક્ષ્મી કેટલાક ખાસ લોકો સાથે રહેવાનું પસંદ કરે છે. ઘણા લોકો ગમે તેટલા પૈસા કમાય, તો પણ તેમના ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે. તો ચાલો જાણીએ કે દેવી લક્ષ્મી કોના ઘરમાં રહેવાનું પસંદ કરે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે દેવી લક્ષ્મી એવા ઘરમાં રહેતા નથી જ્યાં કોઈ વ્યવસ્થા ન હોય કે પછી ઘરમાં વેરવિખેર વસ્તુઓ રાખેલી હોય. ઘર હંમેશા વ્યવસ્થિત રીતે ગોઠવેલુ હોવુ જોઇએ

સ્વચ્છતાની અવગણના માત્ર રોગને આમંત્રણ આપતી નથી પણ સકારાત્મક ઉર્જાનો નાશ કરે છે. તેથી ઘરમાં હંમેશા સ્વચ્છતા રાખવી જોઇએ

ચાણક્ય નીતિ અનુસાર, દેવી લક્ષ્મી ફક્ત તે ઘરમાં જ પ્રસન્ન થાય છે જ્યાં પરિવારના બધા સભ્યો એકબીજાનો આદર કરે છે.

ચાણક્ય કહે છે કે જ્યાં દરરોજ ઝઘડો, દુર્વ્યવહાર કે ગુસ્સો થાય છે, ત્યાં દેવી લક્ષ્મી રહેતી નથી કે ત્યાં સુખ રહેતું નથી.

આચાર્ય ચાણક્ય શિક્ષણને ખૂબ મહત્વ આપે છે. તેમના મતે, જ્યાં શિક્ષણ અને જ્ઞાન હોય છે, ત્યાં દેવી લક્ષ્મી રહે છે.

એક શિક્ષિત અને બુદ્ધિશાળી વ્યક્તિ આખા પરિવારને માર્ગદર્શન આપી શકે છે અને એવું કહેવાય છે કે દેવી લક્ષ્મી આવા વ્યક્તિ સાથે રહે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી આપવામાં આવી છે. અમે તેના તથ્યો વિશે કોઈ દાવો કરતા નથી, કે અમે અંધશ્રદ્ધાને સમર્થન આપતા નથી)
આચાર્ય ચાણક્યએ તેમણે લખેલા પુસ્તક ચાણક્યનીતિમાં આપણા રોજીંદા જીવનમાં ઉપયોગી થઇ શકે તેવુ ઘણુ બધુ લખ્યુ છે. TV9 ગુજરાતીમાં અમે આ પુસ્તકમાંથી કેટલાક અંશો લઇને તેના ઉપર ઘણા આર્ટિકલ લખ્યા છે. જે અમે જીવનશૈલી નામના ટોપિકમાં સમાવ્યા છે. તમે અહીં ક્લિક કરીને આવા અન્ય આર્ટિકલ વાંચી શકો છો.
