AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જો બત્તી ગુલ થઈ જાય તો ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચૂલો વાપરી શકાય ખરા? ચાલો જાણીએ

ગેસના બાટલાની અછત વચ્ચે લોકો ઇન્ડક્શન તરફ વળ્યા છે, પણ શું વીજળી ગુલ થાય ત્યારે ઇન્વર્ટર આ ભાર સહન કરી શકશે? ગમે તે ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવવું એ જોખમથી ખાલી નથી. જાણો કયા પ્રકારના ઇન્વર્ટર પર જ તે કામ કરશે અને ક્યારે થઈ શકે છે ધડાકો.

| Updated on: Apr 18, 2026 | 4:40 PM
Share
આજના સમયમાં રસોડામાં એલપીજી ગેસની સાથે ઇન્ડક્શન ચૂલાનો વપરાશ વધ્યો છે. ખાસ કરીને જ્યારે ગેસની અછત હોય અથવા બાટલો પૂરો થઈ જાય ત્યારે ઇન્ડક્શન એક મોટો સહારો બને છે. પરંતુ જે વિસ્તારોમાં વીજળી વારંવાર જતી રહે છે, ત્યાં લોકોના મનમાં એક મોટો સવાલ છે: શું ઘરના ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચૂલો ચલાવી શકાય? આ સવાલનો જવાબ 'હા' પણ છે અને 'ના' પણ.

1 / 5
ભારનું ગણિત: હાથીનો ભાર ગધેડા પર?: સામાન્ય રીતે ઘરનું ઇન્વર્ટર પંખા, ટ્યુબલાઇટ કે ટીવી ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હોય છે, જે આશરે 500 થી 600 વોટનો લોડ લે છે. તેની સામે ઇન્ડક્શન ચૂલો ચાલુ થતાની સાથે જ સીધો 1500 થી 2000 વોટ વીજળી ખેંચે છે. જો તમે સાદા ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવવાની કોશિશ કરો, તો તે 'હાથીનો ભાર ગધેડા પર લાદવા' જેવું થશે. પરિણામે ઇન્વર્ટર ઓવરલોડ થઈને તરત જ બેસી જશે અથવા બગડી જશે.

2 / 5
કરંટનો પ્રકાર અને જોખમ: માત્ર વોટ જ નહીં, પણ કરંટનો પ્રકાર પણ ખૂબ મહત્વનો છે. સાદા ઇન્વર્ટર 'સ્ક્વેર વેવ' કરંટ આપે છે, જેમાં વીજળીના આંચકા હોય છે. ઇન્ડક્શનમાં રહેલા નાજુક સર્કિટ અને વાયરિંગ આ આંચકા સહન કરી શકતા નથી. જો ખોટા ઇન્વર્ટર પર ઇન્ડક્શન ચલાવશો, તો ચૂલામાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અથવા તે કાયમ માટે બંધ થઈ શકે છે.

3 / 5
કયા ઇન્વર્ટર પર ચાલશે ઇન્ડક્શન?: જો તમારી પાસે 'પ્યોર સાઈન વેવ' (Pure Sine Wave) ટેકનોલોજી ધરાવતું ઇન્વર્ટર હોય અને તેની ક્ષમતા 2.5kVA કે તેથી વધુ હોય, તો જ તમે નિશ્ચિંત થઈને ઇન્ડક્શન ચલાવી શકો છો. સાઈન વેવ ઇન્વર્ટર એવી જ વીજળી પૂરી પાડે છે જેવી ડાયરેક્ટ પાવર સપ્લાયમાંથી મળે છે. આનાથી તમારા ઉપકરણને કોઈ નુકસાન થતું નથી અને તે વારંવાર 'Error' પણ બતાવતું નથી.

4 / 5
ઇન્ડક્શનને ઇન્વર્ટર સાથે જોડતા પહેલા તમારા ઇન્વર્ટરની ક્ષમતા અને ટેકનોલોજી ચોક્કસ તપાસી લો. જો તમારી પાસે સાદું ઇન્વર્ટર હોય, તો આવી ભૂલ ન કરવી જ હિતાવહ છે, નહીં તો રસોઈ બનવાને બદલે તમારા ઇન્વર્ટર અને ઇન્ડક્શન બંનેના કામ તમામ થઈ શકે છે.

5 / 5

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો…’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

Follow Us
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં

પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ

મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ

જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ

તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી

હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર

જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન

વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ

નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !

કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો

g clip-path="url(#clip0_868_265)">