AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, કૂવામાં પિકઅપ ટ્રક ખાબકતાં 14 ભક્તોના મોત, મહિલાઓ અને બાળકો પણ સામેલ

મહારાષ્ટ્રના સોલાપુરમાં માલશિરસ નજીક એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ભક્તોથી ભરેલી પિકઅપ ટ્રક કૂવામાં ખાબકતાં 14 લોકોના કરુણ મોત થયા છે, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

Breaking News : મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, કૂવામાં પિકઅપ ટ્રક ખાબકતાં 14 ભક્તોના મોત, મહિલાઓ અને બાળકો પણ સામેલ
| Updated on: Jun 14, 2026 | 6:57 PM
Share

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક અકસ્માતે સમગ્ર રાજ્યને શોકમાં મૂકી દીધું છે. માલશિરસ તાલુકાના તાંદલવાડી ગામ નજીક મ્હસવડ-પંઢરપુર રોડ પર ભક્તોથી ભરેલી એક પિકઅપ ટ્રક કૂવામાં ખાબકી જતાં 14 લોકોના કરુણ મોત થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે.

પ્રાથમિક માહિતી અનુસાર, તમામ મૃતકો પંઢરપુર તાલુકાના રંજણી ગામના રહેવાસી હતા. તેઓ મ્હસવડ સ્થિત સિદ્ધનાથ મંદિરમાં દર્શન કરીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન તાંદલવાડી ગામ નજીક પિકઅપ ટ્રક અચાનક બેકાબૂ બની ગઈ અને રસ્તાની બાજુમાં આવેલા કૂવામાં પડી ગઈ.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો હતો અને તેની આસપાસ કોઈ સુરક્ષા રેલિંગ ન હોવાથી વાહન સીધું પાણીમાં ખાબક્યું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને રાહત ટીમોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી.

મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ

અહેવાલો મુજબ, અકસ્માતમાં કુલ 14 લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર મહિલાઓ અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં અનેક મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક લોકોની શોધખોળ માટે રાહત અને બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. બીજી તરફ, બે લોકો આ દુર્ઘટનામાંથી જીવતા બચી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, પ્રાથમિક તપાસમાં ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે અને વહીવટી તંત્રે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અધિકારીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ કામગીરીને ઝડપી બનાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

આ દુર્ઘટના અંગે સોલાપુર જિલ્લાના પાલક મંત્રી જયકુમાર ગોરેએ દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. જો કોઈ બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. માલશિરસના ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. એક ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહેલા ભક્તો માટે આ મુસાફરી અંતિમ સાબિત થતાં પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.

LIVE મેચમાં ખેલાડીઓ વચ્ચે બોલાચાલી અને શારીરિક ઝઘડો

Follow Us
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
ભાવનગર લઠ્ઠાકાંડથી 61 વ્યક્તિઓને અસર
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
પ્રધાનમંત્રી આવાસમાં માલિકો નહીં 175 ભાડુઆત મળ્યાં
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
કઈ રાશિ માટે રોકાણ રહેશે લાભદાયી, કોના ઘરમાં આવશે ખુશીઓ?
g clip-path="url(#clip0_868_265)">