Breaking News : પેનિક એટેક, દારૂની લત અને રિહેબ સેન્ટરમાં વિતાવેલા 26 દિવસ, ધનશ્રી સાથેના છૂટાછેડા બાદ બરબાદ થઈ રહ્યો હતો ચહલ!
ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક સ્વાસ્થ્ય, અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ઊંડી અસર પડી હતી.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે અભિનેત્રી અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા બાદના મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તે જણાવ્યું કે આ સમયગાળાની તેના માનસિક સ્વાસ્થ્ય, અંગત જીવન અને ક્રિકેટ કારકિર્દી પર ઊંડી અસર પડી હતી. એક વાતચીત દરમિયાન લેગ સ્પિનર ચહલે જણાવ્યું કે તેને પેનિક એટેક આવવા લાગ્યા હતા. દારૂ પીવાની આદત પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બન્યું હતું અને અંતે પોતાની જિંદગીને ફરીથી સંભાળવા માટે તેને 26 દિવસ રિહેબિલિટેશન સેન્ટરમાં વિતાવ્યા પડ્યા હતા. (Image Source | YouTube @CricketAakash)

આકાશ ચોપરાના પોડકાસ્ટમાં હાજરી આપતી વખતે ચહલે ધનશ્રીથી અલગ થયા બાદના પડકારો વિશે વાત કરી હતી. તેણ સ્વીકાર્યું કે એ સમયગાળામાં અંગત જીવનની મુશ્કેલીઓ અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. ચહલે કહ્યું, “જીવનમાં સંતુલન મહત્ત્વપૂર્ણ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેનો અમલ કરવો સરળ નથી. છૂટાછેડા બાદ પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. મારી માનસિક સ્થિતિ સારી નહોતી. મને સમજાયું કે જો હું આ જ રસ્તે આગળ વધતો રહીશ, તો જે વસ્તુને હું સૌથી વધુ પ્રેમ કરું છું, તેને બરબાદ કરી બેસીશ. અને એ છે ક્રિકેટ.” (Image Source | YouTube @CricketAakash)

ચહલે વધુમાં જણાવ્યું કે સમયસર પોતાની સમસ્યાઓને ઓળખીને તેનો ઉકેલ લાવવો જરૂરી હતો. જેથી તેની અસર તેના જીવનની સૌથી પ્રિય બાબત એટલે કે ક્રિકેટ પર ન પડે. ચહલે દારૂની સમસ્યા અને રિહેબમાં વિતાવેલા 26 દિવસ વિશે ખુલાસો કર્યો. ચહલે સ્વીકાર્યું કે મુશ્કેલ સમયગાળા દરમિયાન તેના માટે દારૂના સેવન પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બની ગયું હતું. આ સ્થિતિમાંથી બહાર આવવામાં તેને પરિવાર અને મિત્રો દ્વારા મળેલા સહકારને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. (Image Source | YouTube @CricketAakash)

તેણે વધુમાં કહ્યું, “મુશ્કેલ દિવસોમાં પરિવાર અને મિત્રો જ તમારી સાથે ઊભા રહે છે. ગયા વર્ષે કાઉન્ટી ક્રિકેટ રમ્યા બાદ જ મેં દારૂ છોડી દીધો હતો, કારણ કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. હું રિહેબિલિટેશન સેન્ટરમાં રહ્યો હતો. ત્યાં મેં 26 દિવસ વિતાવ્યા હતા. હવે મને ખબર છે કે આ પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો.” (Image Source | YouTube @CricketAakash)

પેનિક એટેકને કારણે ચહલને બોલવામાં પણ મુશ્કેલી પડતી હતી. ચહલે વધુમાં ખુલાસો કર્યો કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓની અસર તેના શરીર પર પણ જોવા મળતી હતી. તેને ચિંતા અને પેનિક એટેકનો અનુભવ થવા લાગ્યો હતો. પોતાની સ્થિતિની ગંભીરતા વિશે વાત કરતાં તેણે કહ્યું, “પરિસ્થિતિ ઘણી બગડી ગઈ હતી. મને પેનિક એટેક આવવા લાગ્યા હતા. ચિંતા થવા લાગી હતી. મારું મોઢું સંકોચાઈ જતું હતું. હું યોગ્ય રીતે વાત પણ કરી શકતો નહોતો.” (Image Source | YouTube @CricketAakash)

તેણે એ પણ જણાવ્યું કે આ સ્થિતિ દરમિયાન તેના હૃદયના ધબકારા ખૂબ જ વધી જતા હતા. આ લક્ષણો અન્ય લોકો પણ સરળતાથી જોઈ શકતા હતા. ચહલે કહ્યું, “ચિંતા એવી હોય છે કે જાણે અંદરથી તમારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકવા લાગે છે. પેનિક એટેક દરમિયાન મોઢું સંકોચાઈ જતું હતું અને હોઠ એટલા ખેંચાઈ જતા હતા તથા એક બાજુ વળી જતા હતા કે કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે કે મારા ચહેરા સાથે કંઈક ગડબડ છે.” ચહલના આ ખુલાસાથી ક્રિકેટના મેદાનની બહાર તે અનુભવેલી અંગત મુશ્કેલીઓ અને તેની તેમના રોજિંદા જીવન પર પડેલી અસરની ઝલક જોવા મળે છે. (Image Source | YouTube @CricketAakash)

યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માનાં લગ્ન ડિસેમ્બર 2020 માં થયાં હતાં. બંનેની મુલાકાત કોરોના મહામારી દરમિયાન થઈ હતી. જોકે, 2024ના મધ્યભાગની આસપાસ તેમના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી. આખરે માર્ચ 2025 માં બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. તેમના સંબંધો અને ત્યારબાદના અલગ થવાના નિર્ણયે લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આ વિવાદ દરમિયાન બેવફાઈના આરોપોની ચર્ચાઓ પણ સામે આવી હતી. (Image Source | YouTube @CricketAakash)

છૂટાછેડા બાદ ચહલે સ્વીકાર્યું હતું કે અંગત જીવનમાં આવેલા આ મોટા બદલાવની અસર તેના ક્રિકેટ પર પણ પડી હતી. તેના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આ અનુભવની તેના અંગત જીવન અને વ્યાવસાયિક કારકિર્દી બંને પર ઊંડી અસર પડી હતી. (Image Source | YouTube @CricketAakash)
આ પણ વાંચો, Breaking News: ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, ઈશાન કિશન બન્યો વાઈસ-કેપ્ટન
