Breaking News : ફિલ્મનું બજેટ અંદાજે 350 કરોડ, ‘જેલર 2’ માટે રજનીકાંતે કેટલી ફી લીધી?, જાણો
રજનીકાંતની ફિલ્મ જેલર 2રિલીઝ માટે તૈયાર છે. 75 વર્ષની મોટી ઉંમરમાં લીડ રોલમાં જોવા મળશે. તો ચાલો જાણીએ જેલર 1 હિટ ગયા બાદ સુપરસ્ટારે જેલર 2 માટે કેટલો ચાર્જ લીધો છે.

સાઉથસુપરસ્ટાર રજનીકાંત જેલર 2 ફિલ્મ સાથે ચાહકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં તે 75 વર્ષની ઉંમરના લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના પહેલા પાર્ટને સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે ચાહકો પણ ફિલ્મ જેલર 2 પાસે સારા કલેક્શનની આશા રાખી રહ્યા છે.

રજનીકાંતની આ પૈન ઈન્ડિયા ફિલ્મ 5 ભાષામાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના પહેલા પાર્ટે સારું કલેક્શન કર્યું હતું. હવે 600 કરોડથી વધારેની કમાણી કરી હતી. આ રજનીકાંતના કરિયરની બીજી અને તમિલ સિનેમાની ત્રીજી સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે.

હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, જેલર 2 ફિલ્મ દ્વારા રજનીકાંત નવો રેકોર્ડ સેટ કરશે. તેમજ આ તેના કરિયરની અત્યારસુધીની સૌથી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ સાબિત થશે.

આ ફિલ્મનું નિર્દેશન દિલીપકુમારે કર્યું છે. ફિલ્મ પાસેથી વિદેશમાં પણ સારા કલેક્શનની આશા છે. ઓપનિંગ ડે પર ફિલ્મે એડવાન્સ બુકિંગથી 30 કરોડથી વધારે કમાણી કરી છે.

રજનીકાંતે આ ફિલ્મથી સારી કમાણી કરી છે. રિપોર્ટ મુજબ ફિલ્મનું બજેટ અંદાજે 240 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફિલ્મ માટે સાઉથસુપરસ્ટારે 110 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છો. તેમજ પ્રોફિટ શેરિંગમાં પણ ભાગ લેશે. કુલ ફિલ્મથી 180 કરોડ સુધીની કમાણી કરી શકે છે.

જેલર 2 ફિલ્મમાં અનેક મોટા સ્ટાર અભિનય કરતા જોવા મળશે. ફિલ્મમાં વિનાયકન,મિથુન ચક્રવર્તી, વિદ્યા બાલન,રામ્યા કૃષ્ણન, યોગી બાબુ અને મોહનલાલ જોવા મળશે.ફિલ્મમાં શિવ રાજકુમાર,ઋતિક રોશન,વિજય સેતુપતિ અને જેકી શ્રોફ કેમિયોમાં જોવા મળશે.

રિપોર્ટ મુજબ જેલર 2 ના ઓપનિંગ ડેના અંદાજો ચોંકાવનારા છે. એવું માનવામાં આવે છે કે, આ ફિલ્મ ભારતમાં તેના પહેલા દિવસે 100 કરોડ કે તેથી વધુ કમાણી કરી શકે છે. ફિલ્મ તેના પહેલા દિવસે વિશ્વભરમાં 150 કરોડથી વધુ કમાણી કરી શકે છે. (all photo : PTI)
4 ભાઈ-બહેનોમાં સૌથી નાના છે રજનીકાંત, બસ કંડક્ટરથી લઈ તમિલ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ માચવનાર અભિનેતાનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
