રજનીકાંત
રજનીકાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાંથી એક છે. લોકો તેમને શિવાજી રાવ ગાયકવાડના નામથી પણ ઓળખે છે. રજનીકાંતનો જન્મ 12 ડિસેમ્બર 1950ના રોજ કર્ણાટકના બેંગલુરુમાં થયો હતો. રજનીકાંતના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમણે તેમના બાળપણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને એક સમયે બસ કંડક્ટર તરીકે પણ કામ કર્યું હતું.
રજનીકાંતે પોતાના કરિયરની શરૂઆત 1975માં તમિલ ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’થી કરી હતી. ધીરે-ધીરે તેણે ફિલ્મ જગતમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી અને ખૂબ જ લોકપ્રિય કલાકાર બની ગયા. ફેન્સ તેને પ્રેમથી ‘થલાઈવા’ કહે છે.
તેમની પ્રખ્યાત ફિલ્મો બાશા, મુથુ, પદયપ્પા, રોબોટ અને કબાલી છે. તેમની ફિલ્મોની ચર્ચા માત્ર તમિલનાડુમાં જ નહીં પરંતુ ભારતના ઘણા ભાગોમાં અને વિદેશોમાં પણ થાય છે. તેમને 2000માં ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ અને 2016 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.