Gold Silver Rate Today : અમદાવાદ, મુંબઈ,દિલ્લી અને ચેન્નાઈમાં સોના-ચાંદીના ભાવ જાણી લો
Gold Rate Today in India: સોનાના ભાવ વધી રહ્યા છે. દિલ્હીથી પટના અને ચેન્નાઈ સુધીના શહેરોમાં કેટલાક સ્થળોએ, 10 ગ્રામ 18 કેરેટ સોનું હવે1.15 લાખથી ઓછામાં મળી રહ્યું છે.

યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો અંગેના નિર્ણય પહેલા આજે સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા. આ નબળાઈનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો છે. આ વધારો ફુગાવાને વેગ આપી શકે છે,

સોનાની વાત કરીએ તો આજે સતત ત્રીજા દિવસે તેના ભાવ ઘટ્યા છે. આ ત્રણ દિવસમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામ 1420 અને 22 કેરેટ સોનાના 1310નો ઘટાડો થયો છે. સુસ્ત ઔદ્યોગિક માંગને કારણે ચાંદી સતત ચાર દિવસથી ઘટી રહી છે.

ચાલો દેશના મુખ્ય શહેરોમાં 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટના 10 ગ્રામ સોનાની કિંમત શું છે જાણીએ.

સૌથી પહેલા આપણે અમદાવાદની વાત કરીએ તો. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,53,210 રુપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,40,440.00 રુપિયા છે. અને 18 કેરેટ સોનાનો ભાવ 1,14,910 રુપિયા છે. અમદાવાદમાં ચાંદીનો 10 ગ્રામનો ભાવ 2,449.00 રુપિયા છે.

તો આજે આપણે શરુઆત દિલ્લીથી કરીએ તો. દિલ્લીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,40,530 છે. જ્યારે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,53,310 રુપિયા છે.

મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,53,160 રુપિયા છે. જ્યારે 22 કરેટનો 1,40,400 રુપિયા છે. તેમજ 18 કેરેટનો ભાવ, 1,14,870 રુપિયા છે.મુંબઈમાં 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,449.00 રુપિયા છે.

ચેન્નાઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,53,160 રુપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 1,40,400 રુપિયા છે. તેમજ 18 કેરેટ સોનાનો ભાવ 1,14870.00 રુપિયા છે. તમને જણાવી દઈએ કે, સોનાના તમામ ભાવ 10 ગ્રામનો ભાવ છે.

ચાંદીની વાત કરીએ તો, સતત ચાર દિવસ સ્થિર રહ્યા પછી, આજે તેની ચમક ઓછી થઈ ગઈ છે. પહેલા 11 સપ્ટેમ્બરે, એક કિલો ચાંદી 10,000 રૂપિયા સસ્તી થઈ હતી અને 10 સપ્ટેમ્બરે તે 5,000 રૂપિયા મોંઘી થઈ હતી. આજે, દિલ્હીમાં 10 ગ્રામ સિલ્વરનો ભાવ 2,449.00 રુપિયા છે.
Gold Rate Today In Ahmedabad: અમદાવાદમાં સોનાના ભાવમાં લાગ્યો બ્રેક! આજે આટલી થઈ 24 અને 22 કેરેટ ગોલ્ડની કિંમત અહી ક્લિક કરો
