Botad News: બોટાદના લેકવ્યુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં લાગી આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ, મોટી દૂર્ઘટના ટળી
બોટાદ શહેરના લેકવ્યું એપાર્ટમેન્ટના ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી. જો કે સદનસીબે પરિવાર બહારગામ ગયો હતો. બોટાદ ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

બોટાદ શહેરનાં લેકવ્યું એપાર્ટમેન્ટમાંઆવેલા એક બંધ મકાનમાં અચાનક આગ લાગી હતી. જ્યારે આસપાસના રહિશો દ્વારા ફાયરને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે મોટી દૂર્ઘટના ટળી હતી.

બોટાદ શહેરના પાળીયાદ રોડ સ્થિત આનંદધામ રેસીડેન્સી ખાતે આવેલ લેકવ્યું એપાર્ટમેન્ટના પહેલા માળે બ્લોક નંબર 102માં રહેતા પ્રતીકભાઈ મહેન્દ્રભાઈ શાહ જેઓ બહાર ગામ ગયા હતા, ત્યારે મકાનની અંદર ફ્રિજમાં શોટશર્કિટ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી મળેલી છે.

કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નીકળતા એપાર્ટમેન્ટમાં રહેતા રહીશોમાં દોડ ધામ મચી ગઈ હતી. આગની ઘટનાને પગલે બોટાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તુરત જ ઘટના સ્થળે દોડી આવી હતી.

જયારે ફ્લેટમાં રહેતા રહીશો દ્વારા મકાનના તાળા તોડી આગ ઓલવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગના કારણે કેટલું નુકસાન થયાનું મકાન માલિક આવ્યા બાદ જ સામે આવશે, પરંતુ હાલ સદનસીબે મોટી દૂર્ઘટના થતા અટકી હતી. (Input Credit: Brijesh Sakariya)