જીભ અને મોઢાના ચાંદાને કેવી રીતે ઠીક કરવા? અપનાવો આ સરળ ઘરેલું નુસખા
શું તમે પણ વારંવાર મોઢા અને જીભમાં ચાંદા પડવાથી પરેશાન છો, તો અપનાવો આ ઘરેલું ઉપાય.

અવારનવાર તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમને વારંવાર મોઢામાં ચાંદા પડી જાય છે. હકીકતમાં મોઢામાં ચાંદું પડી જાય તો જમવાનું પણ દુશ્મન જેવું લાગવા માંડે છે. રોટલીનો એક કોળિયો ખાઓ તો એવું લાગે છે જાણે કોઈએ મરચું લગાવી દીધું હોય. ચા પીવી પણ મુશ્કેલ બની જાય છે.

જીભ પર કે ગાલની અંદર એક નાનો દાણો ઘણીવાર ખૂબ જ પીડાદાયક બની જાય છે. ઘણા લોકો ચાંદાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે દવાઓનો સહારો લે છે. પરંતુ દરેક નાની વાત માટે વારંવાર દવા લેવી યોગ્ય નથી. જો તમે પણ ચાંદાની સમસ્યામાંથી રાહત મેળવવા માટે ઘરેલું ઉપાય શોધી રહ્યા છો, તો આ ઘરેલું ઉપાયો અપનાવી શકો છો.

મોઢામાં ચાંદા કેમ થાય છે?: ચાંદા પડવાનું સૌથી મોટું કારણ પેટની ગરમી અને કબજિયાત છે. જ્યારે પેટ સાફ નથી થતું, ત્યારે ગરમી મોઢામાં ચાંદા સ્વરૂપે બહાર નીકળે છે. આ ઉપરાંત દાંતથી જીભ કે ગાલ કપાઈ જવા, વધુ તીખું-મસાલેદાર ભોજન, વિટામિન B12 અને આયર્નની ઉણપ, વધુ ટેન્શન લેવું અને રાત્રે ઓછી ઊંઘ લેવી પણ ચાંદાનું કારણ માનવામાં આવે છે. ઘણીવાર નવી ટૂથપેસ્ટ કે બ્રશથી પણ મોઢું છોલાઈ જાય છે અને ચાંદું બની જાય છે.

ચાંદામાંથી રાહત મેળવવાના ઘરેલું ઉપાય- મધ- એક ટીપું શુદ્ધ મધ ચાંદા પર લગાવીને 5 મિનિટ રહેવા દો. મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, તેનાથી ચાંદું જલ્દી રૂઝાઈ શકે છે.

દેશી ઘી- રાત્રે સૂતા પહેલા ચાંદા પર થોડું દેશી ઘી લગાવો. ઘી મોઢાની ગરમીને શાંત કરી શકે છે.

હળદર અને નાળિયેરનું તેલ- એક ચપટી હળદરમાં 2 ટીપાં નાળિયેરનું તેલ ભેળવીને પેસ્ટ બનાવો અને ચાંદા પર લગાવો. તેનાથી બળતરામાં આરામ મળી શકે છે.

ફટકડી- એક ચપટી ફટકડીનો પાવડર ચાંદા પર 1 મિનિટ લગાવીને કોગળા કરી લો. આ જૂનો અને ખૂબ જ અસરકારક નુસખો છે.

જામફળના પાન- ચાંદાને શાંત કરવા માટે જામફળના પાનને રામબાણ માનવામાં આવે છે. સવારે નરણા કોઠે કોમળ-કોમળ જામફળના પાન લો અને તેને ચાવીને કોગળા કરી લો. તેનાથી ચાંદામાં રાહત મળી શકે છે.
Bathroom Cleaning Tips: બાથરૂમની ટાઇલ્સ પર જામેલા સફેદ ક્ષારના ડાઘથી પરેશાન છો? અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય
