AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાતવાસીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો, સુમુલ ડેરી દૂધના ભાવમાં કર્યો ધરખમ વધારો, જુઓ Video

દક્ષિણ ગુજરાતવાસીઓને મોંઘવારીનો વધુ એક ઝટકો, સુમુલ ડેરી દૂધના ભાવમાં કર્યો ધરખમ વધારો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2026 | 2:21 PM
Share

દક્ષિણ ગુજરાતના લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 થી 6 રુપિયાનો ભાવનો વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્તથતી માહિતી અનુસાર નવા ભાવ આજે બપોરથી જ અમલમાં આવશે. આ ભાવવધારાની અસર સહિત દક્ષિણ ગુજરાતના અંદાજે 85 લાખ લોકો પર પડશે.

પ્રતિ લિટર 2 થી 6 રુપિયા સુધીનો થયો વધારો

ઉલ્લેખનીય છે કે સુમુલ ડેરીના દૂધના ભાવમાં થયેલા વધારા બાદ હવે ગ્રાહકોને હવે દરરોજના વધારે રુપિયા ચૂકવવા પડશે. ભાવ વધારા પહેલા 30 રુપિયામાં મળતું દૂધ હવે 32 રુપિયામાં ખરીદવું પડશે. મે મહિના બાદ ફરી એકવાર દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

આજે બપોરથી જ ભાવ વધારો થશે લાગુ

બીજી તરફ અમૂલ (Amul) દ્વારા પણ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગોલ્ડ (Amul Gold) દૂધના ભાવમાં રૂ. 4નો વધારો થતાં પ્રતિ લિટર ભાવ રૂ. 72થી વધીને રૂ. 76 થયો છે. જ્યારે અમૂલ બફેલો મિલ્ક (Amul Buffalo Milk)ના ભાવમાં રૂ. 6નો વધારો કરવામાં આવ્યો છે. હવે આ દૂધ માટે ગ્રાહકોએ રૂ. 78ના બદલે રૂ. 84 ચૂકવવા પડશે.

દૂધના ભાવમાં થયેલા આ વધારાને કારણે સામાન્ય પરિવારોના માસિક બજેટ પર પણ અસર પડી શકે છે. ખાસ કરીને રોજિંદા વપરાશમાં દૂધનો ઉપયોગ કરતા પરિવારોને હવે વધારાનો ખર્ચ સહન કરવો પડશે.

આ પણ વાંચો : Breaking News : રાજકોટનો અટલ સરોવર રોડ રિલબાજોનો અડ્ડો બન્યો, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">