AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! રમતાં-રમતાં 3 વર્ષની બાળકીના નાકમાં ફસાયા આંબલીના બીજ, જુઓ Video

Breaking News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! રમતાં-રમતાં 3 વર્ષની બાળકીના નાકમાં ફસાયા આંબલીના બીજ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2026 | 2:06 PM
Share

રાજકોટ જિલ્લાના જસદણમાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં રમતાં-રમતાં ત્રણ વર્ષની એક બાળકીના નાકમાં આંબલીના બીજ ફસાઈ જતાં તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી.

બાળકી રમતી હતી ત્યારે આંબલીના બીજ તેના નાકમાં ફસાઈ ગયા હતા. નાકમાં બીજ ફસાઈ જવાથી બાળકીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા સમજી પરિવારજનોએ તાત્કાલિક બાળકીને જસદણની કોટડીયા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી.

હોસ્પિટલમાં તબીબોએ બાળકીની તપાસ કર્યા બાદ નાકમાં ફસાયેલા બીજ બહાર કાઢવા સારવાર શરૂ કરી હતી. તબીબોએ લગભગ અડધા કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બાળકીના નાકમાંથી બીજ બહાર કાઢ્યા હતા. સારવાર બાદ બાળકીની હાલત સ્થિર થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના

આ ઘટના નાના બાળકોની સંભાળ રાખતા માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. બાળકો રમતાં હોય ત્યારે તેમની આસપાસ આંબલીના બીજ, સિક્કા, મણકા કે અન્ય નાની વસ્તુઓ રાખવાનું જોખમી બની શકે છે. આવી વસ્તુઓ બાળકોના નાક કે મોઢામાં ફસાઈ જવાની શક્યતા રહે છે. તેથી માતા-પિતાએ બાળકો રમતાં હોય ત્યારે ખાસ તકેદારી રાખવી જરૂરી છે.

આ પણ વાંચો, Breaking News : ઈન્ડિગોનો મોટો નિર્ણય! આ દેશ માટેની તમામ ફ્લાઇટ્સ 30 નવેમ્બર સુધી રદ, 4 શહેરોના મુસાફરોને થશે અસર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">