AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિયાળામાં મની પ્લાન્ટને સૂકાતો અટકાવવો છે ? આ ટિપ્સથી આખું વર્ષ રહેશે લીલોછમ

ઘરમાં મની પ્લાન્ટ રાખવાનો શોખ ઘણા લોકોને હોય છે. તેના સુંદર લીલાં પાંદડાં ઘરની સુંદરતામાં વધારો કરે છે. જોકે, શિયાળાની ઋતુમાં ઠંડા પવન અને ઓછા સૂર્યપ્રકાશને કારણે છોડની વૃદ્ધિ પર અસર થઈ શકે છે. ઘણી વખત પાંદડાં પીળાં પડવા લાગે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારો મની પ્લાન્ટ આખું વર્ષ લીલોછમ રહે, તો પાણી, તડકો, ખાતર અને યોગ્ય તાપમાન સહિતની આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

| Updated on: Nov 18, 2026 | 1:54 PM
Share
મની પ્લાન્ટ ઘરની સુંદરતા વધારવાની સાથે હરિયાળી પણ જાળવી રાખે છે. જોકે, શિયાળામાં ઠંડા પવન અને ઓછા તડકાને કારણે તેના પાંદડાં પીળાં પડી શકે છે. આ ઋતુમાં છોડને યોગ્ય તાપમાન, પાણી, હૂંફ અને પોષણ આપવું જરૂરી છે. કેટલીક સરળ ટિપ્સ અપનાવીને આખું વર્ષ છોડને લીલોછમ રાખી શકાય છે.

1 / 6
શિયાળામાં મની પ્લાન્ટને વારંવાર પાણી આપવાની જરૂર હોતી નથી. વધુ પાણી આપવાથી જમીનમાં ભેજ વધી શકે છે અને છોડના મૂળને નુકસાન થઈ શકે છે. તેથી કુંડાની માટી તપાસો અને જ્યારે માટી સૂકી લાગે ત્યારે જ થોડું પાણી આપો. પાણી આપતા પહેલાં માટીની સ્થિતિ તપાસવાની આદત છોડને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થશે.

2 / 6
મની પ્લાન્ટને શિયાળામાં હૂંફાળા તડકાની જરૂર પડે છે. તેને બારી પાસે એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ મળી શકે. જોકે, સીધો અને આકરો તડકો છોડ પર ન પડવો જોઈએ. હળવો તડકો અને યોગ્ય પ્રકાશ મળવાથી પાંદડાંની હરિયાળી જળવાઈ રહે છે અને છોડની વૃદ્ધિ સારી થાય છે.

3 / 6
 શિયાળામાં મની પ્લાન્ટ માટે 15થી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન યોગ્ય માનવામાં આવે છે. છોડને ઠંડા પવન અને હીટરથી દૂર રાખવો જોઈએ. ઘરની હવા વધારે સૂકી હોય તો છોડની આસપાસ પાણી ભરેલું વાસણ રાખી શકાય છે. પાંદડાં પર હળવો પાણીનો છંટકાવ કરવાથી પણ ભેજ જાળવવામાં મદદ મળી શકે છે.

4 / 6
મની પ્લાન્ટના પાંદડાં પર ધૂળ જમા થાય તો તેને ભીના કપડાથી હળવેથી સાફ કરવા જોઈએ. તેનાથી પાંદડાં સ્વચ્છ રહે છે. આ ઉપરાંત, પીળાં પડી ગયેલાં અને સૂકાઈ ગયેલાં પાંદડાં દૂર કરી દો. સમયસર કાપકૂપ કરવાથી છોડની સારી વૃદ્ધિ માટે મદદ મળે છે અને નવા પાંદડાં આવવાની શક્યતા વધે છે.

5 / 6
શિયાળામાં મની પ્લાન્ટની વૃદ્ધિ ધીમી થઈ શકે છે, તેથી તેને હળવું ઓર્ગેનિક ફર્ટિલાઇઝર (Organic Fertilizer) આપી શકાય છે. જોકે, વધુ પડતું ખાતર નુકસાન પહોંચાડી શકે છે. ઠંડીથી બચાવવા છોડને ઘરની અંદર પૂરતા પ્રકાશ અને હૂંફવાળી જગ્યાએ રાખો. આઠેય બાબતોનું ધ્યાન રાખવાથી મની પ્લાન્ટ સ્વસ્થ અને લીલોછમ રહી શકે છે.

6 / 6

આ પણ વાંચો : ટ્રેનમાં ટિકિટ વિના એકલી મુસાફરી કરતી મહિલા સાથે TTE નહીં કરી શકે મનમાની! જાણો રેલવેનો ખાસ નિયમ

Follow Us
અમદાવાદ પોલીસની ડ્રગ્સ વિરોધી મેગા ડ્રાઇવ

આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટનું વેચાણ, ગુજરાતમાં ઓપરેશન હેલ્થ શરૂ

દિલજીતની ટીમે તંત્રની મંજૂરી વગર જ કામ શરૂ કર્યું !

અટલ સરોવર રોડ બેફામ રિલબાજોનો બન્યો અડ્ડો

પ્રમોશનની શક્યતા છે, મહત્વપૂર્ણ નિર્ણયો લેવાનું ટાળવું

જામનગર: દબાણ હટાવ્યાના ગણતરીના સમયમાં જ ફરી અડિંગો, તંત્ર સામે સવાલ

ઈસ્કોન-સાણંદ બ્રિજ પર ખામીઓની ભરમાર, વાહનચાલકો પરેશાન

ભાવનગર:ખાદ્ય પદાર્થોના નમૂના સબ સ્ટાન્ડર્ડ આવતા 3 પેઢીને ₹14 લાખનો દંડ

નાકથી વાંસળી વગાડતા આ કાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આણંદમાં સૌપ્રથમ વખત યોજાશે બ્રાહ્મણ મહાસંમેલન, 10હજાર ભૂદેવો થશે એકત્ર

g clip-path="url(#clip0_868_265)">