AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ChatGPT માં આવ્યા નવા સેફ્ટી ફીચર્સ! અયોગ્ય પ્રોમ્પ્ટ આપતાં જ મળશે એલર્ટ

ChatGPT New Update : આજના ડિજિટલ યુગમાં, બધી ઉંમરના લોકો AI નો ઉપયોગ કરે છે. વર્તમાનસમયમાં વિવિધ પ્રકારના AI સોફ્ટવેર આવ્યા છે. જેમાં દરેકની ગાઈડલાઈન અલગ હોય છે. જે સમય અનુસાર બદલાતી રહે છે. AIનો ઉપયોગ નાના બાળકો પણ કરતા હોય છે તેથી તેમના સુધી કોઈ પણ પ્રકારનું ખોટું કન્ટેન્ટ ન પહોંચે તે માટે ChatGPTએ સુરક્ષા નિયમો વધુ મજબૂત કર્યા છે.

| Updated on: Nov 19, 2026 | 11:20 AM
Share
OpenAI અનુસાર, ChatGPT હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતીનું સર્ચ કરશે તો તાત્કાલિક ધોરણે એલર્ટ મોકલશે. જ્યારે પણ બાળકો અયોગ્ય અને હાનિકારક માહિતી જનરેટ કરવા માટે પ્રોમ્પટ આપશે તો એલર્ટ આપશે.

1 / 7
કોઈ પણ  ChatGPT યુઝર્સ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રાપ્તથતી માહિતી અનુસાર આ પ્રકારના યુઝર્સનું એકાઉન્ટ બંધ કરવામાં આવશે.

2 / 7
હવે OpenAIમાં જ્યારે પણ રિસ્કવાળા ફોટાને સ્કેન કરશે ત્યારે તેને રિસ્ક સ્ક્રોર આપી શકે છે. આ રેટિંગના આધારે તપાસ ટીમ કોઈ પણ ઈમેજને સ્કેન તપાસી શકશે. પરિણામે કોઈ પણ ગંભીર કેસમાં વધારે ધ્યાન આપી શકશે.

3 / 7
 આ ઉપરાંત AI દ્વારા લખાણ જ નહીં ફોટા જનરેટ કરવામાં આવ્યા હશે તો તેની પણ ઓળખ હવે OpenAIમાં થઈ જશે. OpenAIએ AI Image Classifier નામનું ટૂલ તૈયાર કર્યું છે. આ ટૂલ તસવીરોનું વિશ્લેષણ કરીને બાળકો સાથે જોડાયેલી શોષણકારી તસવીરો ઓળખવામાં મદદ કરશે. આ ટેક્નોલોજીથી તપાસ કરનાર ટીમને શંકાસ્પદ કન્ટેન્ટ ઝડપથી શોધવામાં મદદ મળી શકે છે.

4 / 7
અત્યારે AIનો ઉપયોગ શાળામાં જતા નાના બાળકો પણ કરતા હોય છે. બાળકોની સુરક્ષામાં વધારો કરવા માટે OpenAIએ National Center for Missing and Exploited Children (NCMEC) સાથે મળીને કામ કર્યું છે.

5 / 7
OpenAIએ અન્ય પ્લેટફોર્મ પર કામ કરતા ડેવલપર્સ માટે પણ સુરક્ષા માર્ગદર્શિકા અને ઉપયોગી ટૂલ્સ ઉપલબ્ધ કરાવ્યાં છે. તેની મદદથી તેઓ પોતાના પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ ઓળખી શકે છે અને યોગ્ય સમયે રિપોર્ટિંગ કરી શકે છે.

6 / 7
હવે બાળકોની ઓનલાઈન સુરક્ષા વધારવા માટે OpenAI કાયદા અમલીકરણ કરતી એજન્સીઓ અને તપાસ અધિકારીઓને પણ મદદ કરશે. તેમને AI આધારિત ટૂલ્સ, તપાસમાં ઉપયોગી સુવિધાઓ અને તાલીમ આપવામાં આવશે.

7 / 7

ડિસ્કલેમર: આ સમાચાર OpenAI દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી પર આધારિત છે; ફીચર્સની ઉપલબ્ધતા અને અમલમાં સમય પ્રમાણે ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો : હવે WhatsApp પર જ મળશે PF બેલેન્સની માહિતી! પાસબુક ડાઉનલોડ કરો અને છેલ્લાં 5 ટ્રાન્ઝેક્શન પણ જુઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">