Video: રિષભ પંતે દેવદત્ત પડિકલ પાસે કેચ છોડાવ્યો, ગુસ્સામાં ચીસો પાડવા લાગ્યો કેપ્ટન શુભમન ગિલ
વેલિંગ્ટન ટેસ્ટના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર રિષભ પંત અને દેવદત્ત પડિકલ વચ્ચેના તાલમેલના અભાવે મોટો કેચ છૂટી ગયો. હેનરી નિકોલ્સને 102 રનના સ્કોર પર મળેલા આ જીવનદાનથી ભારતીય ટીમને નુકસાન થયું. કેચ છૂટતાં જ કેપ્ટન શુભમન ગિલનો ગુસ્સો પણ મેદાન પર જોવા મળ્યો અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયો.

વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓની ભૂલના કારણે ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું હતું. પહેલા દિવસની મેચના ત્રીજા સત્રમાં પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર દેવદત્ત પડિકલે હેનરી નિકોલ્સનો એક સરળ કેચ છોડી દીધો હતો. મહત્વની વાત એ છે કે વિકેટકીપર રિષભ પંતના કોલને કારણે આ સરળ કેચ ડ્રોપ થયો હતો.
પંત-પડિક્કલે કરી મોટી ભૂલ
આ ઘટના 74મી ઓવરમાં બની જ્યારે નિકોલ્સે પ્રસિદ્ધ કૃષ્ણાના બાઉન્સર પર પુલ શોટ રમ્યો. બોલ તેના બેટની ઉપરની ધારને વાગીને હવામાં ગયો. કેચ સીધો દેવદત્ત પડિકલના હાથમાં જઈ રહ્યો હતો, પરંતુ પંત ઝડપથી દોડતો આવ્યો, કેચ માટે કોલ આપ્યો અને પછી અચાનક અટકી ગયો. પડિકલ પણ અટકી ગયો, અને કેચ ડ્રોપ થઈ ગયો.
DEVDUTT PADIKKAL DROPS AN EASY CATCH, GILL ANGRY WITH HIM
– Prasidh Krishna bowled a bouncer to Henry Nicholls, which resulted in a catching opportunity for India.
– Padikkal & Pant both ran towards the ball. Padikkal called for the catch, saying it was his, but ended up dropping it.
– Gill was furious and shouted at him, while Pant also had something to say.
— Sam (@cricsam02) November 19, 2026
શુભમન ગિલને આવ્યો ગુસ્સો
જ્યારે દેવદત્ત પડિકલે કેચ છોડ્યો, ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ પોતાનો ચહેરો છુપાવી દીધો. આ દરમિયાન કેપ્ટન શુભમન ગિલ ગુસ્સે થઈ ગયો અને પડિકલે બૂમ પાડી. પડિકલે અને પંતે એકબીજા સામે લાચારીથી જોયું, પરંતુ ભૂલ પહેલાથી જ થઈ ગઈ હતી. છોડાયેલા કેચનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બંને ખેલાડીઓની ભૂલથી ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન થયું છે, કારણ કે નિકોલ્સ પહેલાથી જ સદી ફટકારી ચૂક્યો છે અને ગ્લેન ફિલિપ્સ સાથે 173 રનની ભાગીદારી કરી ચૂક્યો છે.
70 રનના સ્કોર પર અડધી ટીમ પોવેલિયન ભેગી
વેલિંગ્ટન ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાની શરૂઆત મજબૂત રહી હતી, પરંતુ મેચના અંત સુધીમાં ન્યુઝીલેન્ડે પ્રથમ દિવસને પોતાની રીતે આગળ ધપાવી લીધો હતો. લંચ સુધીમાં, ન્યુઝીલેન્ડે 60 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહ અને અંશુલ કંબોજે ભારતને સફળતા અપાવી હતી. લંચ પછી ટોમ બ્લંડેલ પણ આઉટ થઈ ગયો હતો, અને 70 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડની અડધી ટીમ પોવેલિયન ભેગી થઈ ગઈ હતી.
પહેલા દિવસે ન્યુઝીલેન્ડનો સ્કોર 243/5
જોકે, હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ભાગીદારી સાથે ન્યુઝીલેન્ડને મેચમાં વાપસી કરાવી. હેનરી નિકોલ્સે તેની કારકિર્દીની 12મી સદી ફટકારી અને ફિલિપ્સ 94 રન બનાવીને અણનમ રહ્યો હતી. હવે ફિલિપ્સ તેની બીજી ટેસ્ટ સદીની નજીક પહોંચી ગયો છે.
