AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓના ઘરમાં આ 6 વસ્તુઓ હોવી જ જોઈએ, BP કંટ્રોલ કરવામાં મળશે મદદ

જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો તમારા ઘરમાં અથવા રસોડામાં આ 6 વસ્તુઓ જરૂર હોવી જોઈએ. તેના સેવનથી વધેલા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળી શકે છે. નિષ્ણાતોએ, આવી 6 વસ્તુઓની યાદી જણાવી છે.

| Updated on: Nov 19, 2026 | 12:09 PM
Share
બીન્સ અને દાળ: બીન્સ, દાળ અને અન્ય કઠોળમાં ફાઇબર, પ્રોટીન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો હોય છે. આ તત્ત્વો હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. ડાયટમાં મીઠું ઉમેર્યા વગરનાં બીન્સ અને દાળનો સમાવેશ કરો. જો તમે ડબ્બામાં મળતાં બીન્સનો ઉપયોગ કરતા હો, તો ખાવા પહેલાં તેને પાણીથી સારી રીતે ધોઈ લો, જેથી વધારાનું મીઠું દૂર થઈ શકે. (Image Source | iStock)

1 / 7
ડાર્ક ચોકલેટ: ડાર્ક ચોકલેટમાં રહેલા કોકોમાં ફ્લેવોનોલ્સ જેવા તત્ત્વો હોય છે, જે રક્તવાહિનીઓને આરામ આપવામાં અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આ માટે વધુ કોકો ધરાવતી ડાર્ક ચોકલેટ પસંદ કરો. જોકે, તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. એક સમયે ચોકલેટના થોડા ટુકડા ખાવા પૂરતા છે. આખી ચોકલેટની બાર ખાવાનું ટાળો. (Image Source | iStock)

2 / 7
હર્બ્સ, મસાલા અને લસણ: બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે મીઠાનું સેવન ઘટાડવું ખૂબ જરૂરી છે. વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશર વધારી શકે છે. ભોજનમાં વધારે મીઠું ઉમેરવાને બદલે લસણ, જીરું, હળદર, ધાણા અને અન્ય હર્બ્સ તથા મસાલાઓનો ઉપયોગ કરો. તેનાથી ભોજનનો સ્વાદ પણ વધશે અને મીઠાની માત્રા ઘટાડવામાં પણ મદદ મળશે. (Image Source | iStock)

3 / 7
બીટનો રસ: બીટમાં કુદરતી નાઇટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં આ નાઇટ્રેટ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવવામાં મદદ કરે છે. તેનાથી રક્તવાહિનીઓને આરામ મળે છે. લોહીનું પરિભ્રમણ સુધરે છે અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળી શકે છે. આ માટે ખાંડ વગરનો તાજો બીટનો રસ પીવો. જોકે, તેનું સેવન પણ યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ. (Image Source | iStock)

4 / 7
કીવી: કીવીમાં વિટામિન C, પોટેશિયમ અને ફાઇબર જેવા પોષક તત્ત્વો હોય છે. તેમાં રહેલું પોટેશિયમ શરીરમાં સોડિયમનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. જે બ્લડ પ્રેશર નિયંત્રણ માટે ઉપયોગી છે. દરરોજ ડાયટમાં કીવીનો સમાવેશ કરી શકાય છે. તેનો રસ પીવાને બદલે આખા ફળ તરીકે ખાવું વધુ સારું છે. વધારાનું ફાઇબર મેળવવા માટે તેને સારી રીતે ધોઈને છાલ સાથે પણ ખાઈ શકો છો. (Image Source | iStock)

5 / 7
અળસીના બીજ:અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને અન્ય પોષક તત્ત્વો હોય છે. તેનું નિયમિત સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. દરરોજ એક મોટો ચમચો પીસેલા અળસીના બીજ દહીં, ઓટ્સ અથવા સ્મૂધીમાં ભેળવીને ખાઈ શકો છો. (Image Source | iStock)

6 / 7
નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, હાઈ બ્લડ પ્રેશર શરીરના કયા 3 અંગોને નુકસાન પહોંચાડી શકે છે? જાણો કયા લોકોએ ખાસ સાવચેત રહેવું જોઈએ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">