Breaking News : રાજકોટની સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહ સડી ગયા, PROએ કહ્યુ ઘણીવાર સડેલા મૃતદેહ આવે છે, જુઓ Video
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ સડી જવાનો મુદ્દો સામે આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજમાં બે મૃતદેહો સડી ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.દિવાળી સમયે બનેલી ઘટના હવે સામે આવતા સવાલો ઊભા થયા છે.બન્ને મૃતદેહો સડી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. કોલ્ડ સ્ટોરેજમાં બે મૃતદેહો સિવિલની બેદરકારીને કારણે સડી ગયા હોવાનું સામે આવ્યું છે.કોલ્ડ સ્ટોરેજમાં માઇનસ 10 ડિગ્રી તાપમાન રાખવાનું હોય છે. જેની સામે 12 થી 13 ડિગ્રી તાપમાન થતાં મૃતદેહને અસર પહોંચી હતી.દિવાળી સમયે બનેલી ઘટનાનો મુદ્દો સામે આવતા સિવિલ તંત્ર સામે સવાલો ઉભા થયાં છે.બંન્ને મૃતદેહો સડી જતાં તંત્ર દ્રારા તાત્કાલિક તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.
તંત્રએ હાથ ઉચ્ચા કર્યા
સિવિલની બેદરકારી સામે આવતા તાત્કાલિક સરકારમાં ત્રણ માળનું કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો પ્રોજેક્ટ હજુ પણ અધ્ધરતાલ છે.સમગ્ર મામલે સિવિલ તંત્રનો કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.સિવિલ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં આવી કોઇ ઘટના બની જ નથી. PRO ડો. એમ.એસ.રોયનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યુંઘણી વખત મૃતદેહ કોહવાયેલી હાલતમાં આવતા હોય છે.પાણીમાં પડી જવાથી,કુવામાં પડી જવાથી અને કેટલીક વખત લાંબો સમય પડી રહેવાથી મૃતદેહ સડી જાય છે.
10 દિવસ પહેલા તાપમાનને લઇને કેટલીક ટેક્નિકલ સમસ્યા હતી. આ સમસ્યા કોન્ટ્રાક્ટર દ્રારા તાત્કાલિક દૂર કરવામાં આવી છે.મૃતદેહ સડી ગયા હોય તેવી અમારી પાસે કોઇ ફરિયાદ આવી નથી.શું ફરિયાદ ન મળી એટલે સિવિલ તંત્ર આ ઘટના પર પડદો ઢાંકી રહ્યા છે ?કોલ્ડ સ્ટોરેજમાંથી આવેલા ફોટા ખોટા છે ? શા માટે સિવિલ તંત્ર બેદરાકારી પર પડદો ઢાંકી રહ્યા છે? તેવા સવાલો હાલ ચર્ચામાં છે.
