AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભરૂચમાં 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 100 દિવસમાં જ મોટી તિરાડો, બ્રિજનો કેટલોક ભાગ બેસી જતાં તંત્ર સામે સવાલો ! જુઓ Video

Breaking News : ભરૂચમાં 66 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં 100 દિવસમાં જ મોટી તિરાડો, બ્રિજનો કેટલોક ભાગ બેસી જતાં તંત્ર સામે સવાલો ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2026 | 1:53 PM
Share

ભરૂચ જિલ્લામાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણના માત્ર 100 દિવસમાં જ મોટી તિરાડો પડવાની અને બ્રિજનો કેટલોક હિસ્સો બેસી જવાની ગંભીર સમસ્યા સામે આવી છે. કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ બ્રિજની આવી હાલત થતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બીજી તરફ, સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આમોદ અને જંબુસર તાલુકાને જોડવા તેમજ જંબુસર તાલુકાના યુવાનો દહેજ સ્થિત ઔદ્યોગિક એકમોમાં રોજગારી માટે સરળતાથી અવરજવર કરી શકે તે હેતુથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ડોલીયા-દેણવા વચ્ચે ઢાઢર નદી અને સમુદ્રના સંગમસ્થાન પાસે રૂપિયા 66 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ મહેસાણાની રાધે એસોસિએટ્સને આપવામાં આવ્યો હતો.

ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણના ગણતરીના દિવસોમાં જ બ્રિજ પર બેરીકેડ મૂકીને વાહનવ્યવહાર મર્યાદિત કરવાની સ્થિતિ ઊભી થઈ હતી. હજુ તો બ્રિજને શરૂ થયાને માંડ 100 દિવસ થયા છે. ત્યાં જ તેના પર મોટી તિરાડો પડવાની અને કેટલાક ભાગ બેસી જવાની સમસ્યા સામે આવી છે.

તિરાડોને ડામરથી ઢાંકી દેવાનો પ્રયાસ

બ્રિજ પર પડેલી તિરાડોને ડામરથી પૂરી તેના પર રેતી નાખીને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ પ્રયાસ છતાં વધુ મોટી તિરાડો દેખાવા લાગી છે. એટલું જ નહીં, બ્રિજના કેટલાક હિસ્સાની નીચે વધારાના ટેકાનો સહારો પણ જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને પગલે બ્રિજની ગુણવત્તા અને બાંધકામની કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કાર્યવાહીની કરી માગ

આ સમગ્ર મામલે કોંગ્રેસે બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. પક્ષ દ્વારા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજની આટલા ટૂંકા સમયમાં આવી હાલત થવા પાછળ જવાબદાર કોણ છે, તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો, Trending Video : સિરીઝની પહેલી જ ઓવરમાં બુમરાહનો કહેર! કેપ્ટન ટોમ લાથમ કંઈ સમજે તે પહેલાં જ ઉડી ગઈ સ્ટમ્પ્સ; અમ્પાયર અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ પણ રહી ગયા દંગ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">