AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે ઠગાઈનો પ્રયાસ, વોટ્સએપ પર નકલી પ્રોફાઇલ બનાવી મોકલ્યા મેસેજ

Breaking News : સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે ઠગાઈનો પ્રયાસ, વોટ્સએપ પર નકલી પ્રોફાઇલ બનાવી મોકલ્યા મેસેજ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2026 | 12:49 PM
Share

સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને વોટ્સએપ પર નકલી પ્રોફાઇલ બનાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ નકલી પ્રોફાઇલના માધ્યમથી અજાણ્યા નંબર પરથી લોકોને મેસેજ અને વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે.

સુરતમાં સાયબર ઠગો દ્વારા હવે સરકારી અધિકારીઓના નામ અને ફોટાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને વોટ્સએપ પર નકલી પ્રોફાઇલ બનાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ નકલી પ્રોફાઇલના માધ્યમથી અજાણ્યા નંબર પરથી લોકોને મેસેજ અને વીડિયો કોલ કરવામાં આવી રહ્યા છે.

સુરત મ્યુનિસિપલ કમિશનરના નામે ઠગાઈ

આ સમગ્ર મામલો સામે આવતાં સુરત મહાનગરપાલિકા તંત્રમાં ચકચાર મચી ગઈ છે. મ્યુનિસિપલ કમિશનરના નામે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા વોટ્સએપ પર સંપર્ક કરવામાં આવતો હોવાની જાણ થતાં મનપા દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અધિકારીની ઓળખનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નાગરિકોને સાવચેત રહેવા મનપાની અપીલ

આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કમિશનરના નામે કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ કે વીડિયો કોલ આવે તો તેની ખરાઈ કર્યા વગર કોઈ પ્રતિક્રિયા ન આપવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને કોઈ અજાણી લિંક પર ક્લિક ન કરવા અને OTP કે બેંકિંગ સંબંધિત અંગત માહિતી કોઈની સાથે શેર ન કરવા જણાવાયું છે.

શંકાસ્પદ મેસેજ કે કોલ મળે તો સાવચેતી રાખો

સાથે જ, આવા શંકાસ્પદ મેસેજ કે કોલ મળે તો સાવચેતી રાખીને સંબંધિત સત્તાવાળાઓને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. સાયબર ઠગો જાણીતી વ્યક્તિઓ અને સરકારી અધિકારીઓના નામ તથા ફોટાનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કરતા હોય છે. તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની નાણાકીય કે અંગત માહિતી આપતા પહેલાં સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખની ખરાઈ કરવી જરૂરી છે.

Breaking News : સુરતના સચિનમાં આવેલ હોજીવાલા રોડ પર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Nov 19, 2026 12:48 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">