AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક મતદારોના મતદાન મથકો બદલાયા, કેટલાયને મતમથકની નથી જાણ, જુઓ વીડિયો

SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક મતદારોના મતદાન મથકો બદલાયા, કેટલાયને મતમથકની નથી જાણ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 1:57 PM
Share

એક તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ લોકોને મતદાન કરવા માટે આગ્રહ ભરી અપીલ કરતા હોય છે. પરતુ તંત્રના વાકે જ કોઈ મતદાર મતદાનથી વંચિત રહે તેના માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન આજે મતદાનથી વંચિત રહેલા મતદારો પુછી રહ્યાં છે.

ગુજરાતમાં કેન્દ્રીય ચૂંટણી પંચે હાથ ધરેલ મતદાર યાદીની અદ્યતન સુધારણા ( SIR ) કર્યા બાદ અનેક લાયક મતદારોના મતમથક બદલાઈ ગયા હોવાની વ્યાપક ફરીયાદ ઉઠી છે. SIR પહેલા અને SIR પછી પણ એકને એક જ સરનામે મતદાર રહેતા હોવા છતા તેમના મતદાન મથકો બદલાઈ ગયા છે. મતદારોને લોકશાહીના પર્વમાં મત આપીને ધર્મ નિભાવવો છે પરંતુ નિભર્ત તંત્રને કારણે પવિત્ર મતદાન કરવાથી વંચિત રહી જશે.

સુરતની એક આખે આખી સોસાયટીના રહીશોને તેમનુ મત મથક ક્યા આવેલ છે તેની જાણ જ નથી. અનેકવાર આ મતદારોએ તેમના સ્થાનિક ચૂંટાયેલા પદાધિકારીઓને પુછપરછ કરવા છતા કોઈ જ સંતોષકારક જવાબ નથી મળી રહ્યાં. બીજી બાજુ નિષ્પક્ષ ચૂંટણી કરવાની જેમની જવાબદારી છે તે તંત્ર પણ છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી રહ્યું છે. મતદારોને પ્રત્યે છેલ્લી ઘડીએ તેમની અસમર્થતા વ્યક્ત કરી રહ્યું છે.

એક તરફ કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચ લોકોને મતદાન કરવા માટે આગ્રહ ભરી અપીલ કરતા હોય છે. પરતુ તંત્રના વાકે જ કોઈ મતદાર મતદાનથી વંચિત રહે તેના માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન આજે મતદાનથી વંચિત રહેલા મતદારો પુછી રહ્યાં છે.

Published on: Apr 26, 2026 01:56 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">