જામનગરમાં ધ્રોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિરોધ, પીપરટોડા ગામના લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
જામનગરમાં ધ્રોલ તાલુકાના પીપરટોડા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગામલોકોએ વિરોધ કર્યો છે. ગામના તમામ 180 મતદારાઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
જામનગરના ધ્રોલ તાલુકના પીપરટોડા ગામના ગ્રામજનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. બાજુના ગામના ખેડૂતે ગામમાં ગેરકાયદે પાઈપલાઈન નાખતા ગામલોકોએ તેના સામે વિરોધ નોંધાવ્યો. આ બાબતે અનેક રજૂઆત કરવા છતા પાઈપલાઈનનો નિકાલ ન કરવામાં આવતા ગામના 180 મતદાતાઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
મહત્વનું છે કે ગામમાં 180 મતદાતાઓ છે. જો કે એક મહિના અગાઉ બાજુના ગામના ખેડૂત દ્વારા ગામમાં ગેરકાયદે પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યુ છે. જેના કારણે ગામના રસ્તાઓની હાલત ખખડધજ થઈ ગઈ છે. અનેક રજૂઆતો થતા પણ ગેરકાયદે પાઈપલાઈન અને ખરાબ રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે ગ્રામજનોની માગ છે કે તંત્ર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે તો જ તેઓ લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેશે.
Input Credit- Divyesh Vayeda- Jamnagar
અમદાવાદથી મતદાન કરવા સુરત આવેલા વૃદ્ધનું નામ કમી થતા રોષ, “મને જીવતા જીવ જ મારી નખાયો” વૃદ્ધની વેદના – Video
SIR બાદ તંત્રને વાકે મતદાનથી વંચિત રહ્યાં મતદારો ! અનેક જગ્યાએ બૂમાબુમ
અમદાવાદમાં વિવિધ જગ્યાઓ પર EVM ખોટકાયા, 4 કલાકમાં 29 EVM બદલાયા-Video
Breaking News : 65 વર્ષીય વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
પીપરટોડા ગામના 180 લોકોએ કર્યો મતદાનનો બહિષ્કાર- Video
