Breaking News : પાટણમાં મતદાન માટે આપવા આવેલા વૃદ્ધાને હાર્ટ એટેક આવતા થયુ મોત
સમગ્ર રાજ્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મહાપર્વ ઉજવી રહ્યો છે. મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પાટણમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે.પાટણમાં મતદાન દરમિયાન મતદાર કમળાબેન અનિલકુમાર સોલંકી નામના વૃદ્ધ મતદારનું મોત થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારો મતદાન કરી રહ્યા છે.લોકો પોતાના કિંમતી મત આપવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છે. ત્યારેપાટણની બી. એમ. સ્કૂલના મતદાન કેન્દ્ર પરની ઘટના સામે આવી છે.મતદાન દરમિયાન મતદારનું મોત થયું છે. હાર્ટ અટેકના હુમલાથી મતદારનું મોત થયા હોવાનું સામે આવ્યું છે.65 વર્ષીય કમળાબેન અનિલકુમાર સોલંકી નામના વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત થયું છે.વૃદ્ધાની તબિયત નાજુક હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતુ.
વૃદ્ધાનું મતદાન કેન્દ્ર પર મોત
રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી અંતર્ગત મતદાન શરુ છે, ત્યારે સ્થાનિક સ્વરાજના મતદાન પર ચૂંટણી પંચની ચાંપતી નજર રાખી રહ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં આચારસંહિતા ભંગ સહિતના મુદ્દે અત્યારસુધી 26 ફરિયાદ મળી છે.અનેક જગ્યાએ મતદાર યાદીમાં નામ નહી હોવા અંગે પણ ફરિયાદ મળી છે.રાજ્યભરમાં કેટલીક જગ્યાએ EVM ખોટકાયાની પણ ફરિયાદો મળી છે.
એક બાજુ દિવ્યાંગ વ્યક્તિથી લઈ 107 વર્ષના વૃદ્ધાએ મતદાન કરી રહ્યા છે. મહાનગરપાલિકાના મતદાન માટે લોકો ની લાંબી લાઈનો લાગી છે. તો ક્યાંક ખુબ ઓછી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.
