Breaking News: વડોદરામાં મતદાન દરમિયાન બબાલ, વોર્ડ-14માં ભાજપ-કોંગ્રેસ સમર્થકો વચ્ચે ઘર્ષણ, Watch Video
વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના મતદાન દરમિયાન વોર્ડ નંબર-14માં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. શહેરના છીપવાડ વિસ્તારમાં આવેલા મતદાન કેન્દ્ર પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તથા તેમના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ ઉમેદવારો અને તેમના એજન્ટોને મતદાન મથકમાં પ્રવેશ નહીં આપવા મુદ્દે વિવાદ શરૂ થયો હતો, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષના સમર્થકો વચ્ચે બોલાચાલી બાદ સ્થિતિ તંગ બની અને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
મતદાન પ્રક્રિયા પર પણ અસર
ઘટનાને પગલે મતદાન કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરી પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ઘટનાના કારણે થોડા સમય માટે મતદાન પ્રક્રિયા પર પણ અસર થઈ હોવાની ચર્ચા છે.
ચૂંટણી જેવા સંવેદનશીલ માહોલમાં બનેલી આ ઘટનાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. મતદાનને લઈને થયેલા આ ઘર્ષણ પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં મતદાન દરમિયાન આવી બબાલને પગલે ચૂંટણી પ્રક્રિયાની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ સવાલો ઊભા થયા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને મતદાન પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.