Breaking News : પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન વચ્ચે દુ:ખદ ઘટના સામે આવી, બુથ પર કર્મચારીનું થયું મોત
પેટલાદ તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન વચ્ચે દુ:ખદ ઘટના સામે આવી છે.આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું આકસ્મિક મોત થયું છે.મતદાન સમયે ફરજ દરમિયાન અમિત સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે.ઘટનાની જાણ થતાં MLA વિપુલ પટેલ તારાપુર સિવિલ પહોંચ્યા હતા.
એક તરફ કાળજાળ ગરમી તો બીજી તરફ મતદારો પોતાનો કિંમતી મત આપવા માટે મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યા છે. આણંદના પેટલાદ તાલુકા સાંસેજ ગામે બુથ પર ફરજ પરના કર્મચારીનું મોત થયું છે.સાંસેજ ગામે બુથ ન.1 પરના અમિતભાઈ વિઠ્ઠલભાઈ સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.અમિતભાઈ સોલંકી સાંસેજ ગ્રામપંચાયતમા પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા.
બુથ પર કર્મચારીનું મોત
ગ્રામજનો દ્વારા તાબડતોબ તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.ફરજ પરના ડોક્ટર દ્વારા તપાસ બાદ મૃત જાહેર કરવામાં આવ્યા છે.ઘટનાને લઈ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ તારાપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. સાંસેજ ગામે પેટલાદ તાલુકા પંચાયત ની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું હતું. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તારાપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પાટણની બી. એમ. સ્કૂલના મતદાન કેન્દ્ર પર મતદાન કરવા આવેલા મતદારનું મોત થયું છે, તમને જણાવી દઈએ કે, આ વખતે તંત્ર દ્વારા દિવ્યાંગો માટે કોઈ વ્યવસ્થા ન કરી હોવાથી દિવ્યાંગો મતદારો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
10 હજારથી વધુ બેઠકો માટે 25 હજારથી વધુ ઉમેદવારો મેદાને છે.રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.
Breaking News : પાટણમાં મતદાન માટે આપવા આવેલા વૃદ્ધાને હાર્ટ એટેક આવતા થયુ મોત વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
