Stock Market: ડિફેન્સ કંપનીને 45 કરોડનો ‘મેગા ઓર્ડર’ મળ્યો, આટલા વર્ષમાં આપ્યું 110 ટકાનું રિટર્ન! શેર ખરીદવા ‘લૂંટ’ મચી
ડિફેન્સ કંપનીને BEL તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. હવે આ ઓર્ડરથી શેરમાં ગજબની હલચલ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, આ નવા ઓર્ડરથી કંપનીને પોતાનો વ્યવસાય વધારવામાં મદદ મળશે.

નવી મુંબઈ સ્થિત ડિફેન્સ કંપનીને એક મોટો ઓર્ડર મળ્યો છે, જે કંપનીના વ્યવસાયને વધારવામાં મદદ કરશે. ડિફેન્સ કંપનીને દેશની અગ્રણી કંપની 'ભારત ઇલેક્ટ્રોનિક્સ' એટલે કે (BEL) તરફથી આ ઓર્ડર મળ્યો છે, જેની કિંમત અંદાજિત રૂ. 45.32 કરોડ છે.

કંપનીએ 21 ઓગસ્ટના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ ઓર્ડરને માહિતી આપી હતી. આનાથી શેરમાં હલચલ જોવા મળી શકે છે. કંપનીએ જણાવ્યું હતું કે, BEL તરફથી મળેલો આ ઓર્ડર 'સિગ્નલ અને ડેટા પ્રોસેસિંગ સિસ્ટમ્સ' તેમજ 'મલ્ટી-સેન્સર ફ્યુઝન સિસ્ટમ્સ'ના સપ્લાય માટેનો છે. જણાવી દઈએ કે, આ કરાર 29 મહિનામાં પૂર્ણ થશે.

આ ઉપરાંત, ઓગસ્ટની શરૂઆતમાં ડિફેન્સ કંપનીએ જર્મનીના હાઇ પર્ફોર્મન્સ સ્પેસ સ્ટ્રક્ચર સિસ્ટમ્સ 'GMBH' સાથે એક ખાસ ટીમિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી ભારતમાં 'ડિફેન્સ અને સ્પેસ' સંબંધિત પ્રોજેક્ટ્સ પર સાથે મળીને કામ કરવા માટે છે.

ડિફેન્સ કંપનીએ જૂનમાં પૂરા થયેલા ક્વાર્ટરના નાણાકીય પરિણામો પણ જાહેર કર્યા. કંપનીનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનામાં 15 કરોડ રૂપિયા પર સ્થિર રહ્યો. જો કે, ઓપરેશનલ મોરચે કામગીરી નબળી રહી હતી.

વધુમાં EBITDA 8.7% ઘટીને 22 કરોડ રૂપિયા થયો અને માર્જિન પણ 28.8% થી ઘટીને 23.6% ની આસપાસ થયું છે, જે 500 'બેસિસ પોઈન્ટ'નો ઘટાડો દર્શાવે છે. નોંધનીય છે કે, કંપનીની આવક 11.5% વધીને 93.2 કરોડ રૂપિયા થઈ છે. ઓપ્ટિક્સ અને ઓપ્ટ્રોનિક સિસ્ટમ્સ સેગમેન્ટ 38.5 કરોડ રૂપિયાથી વધીને 42.5 કરોડ રૂપિયા અને ડિફેન્સ એન્જિનિયરિંગ સેગમેન્ટ 45 કરોડ રૂપિયાથી વધીને 50.7 કરોડ રૂપિયાની આસપાસ થયેલ છે.

ગુરુવારે BSE પર પારસ ડિફેન્સનો શેર 0.8% ના નજીવા ઘટાડા સાથે રૂ. 675 પર બંધ થયો હતો, જ્યારે NSE પર તે રૂ. 679.15 પર બંધ થયો હતો. જો કે, આ શેરે અત્યાર સુધી 6 મહિનામાં 52% નું રિટર્ન આપ્યું છે અને 3 વર્ષમાં તો 110 ટકાનું રિટર્ન આપ્યું છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
શેરબજાર એ શેરની ખરીદી અને વેચાણ માટેનું પ્લેટફોર્મ છે. અહીં શેરની ખરીદી અને વેચાણ થાય છે. શેરબજારને લગતા અન્ય આર્ટિકલ વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
