AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દુનિયા જોતી રહી ગઈ… ક્રૂડ અને ગેસ સંકટ વચ્ચે ભારતનો સૌથી ‘મોટો નિર્ણય’, તેલના ભંડાર શોધવા ખોલી દીધો 2.6 લાખ ચોરસ કિમીનો ખજાનો

દુનિયા આખી જ્યારે ક્રૂડ અને ગેસના ભયંકર સંકટમાં ફસાયેલી છે, ત્યારે ભારતે એક એવો 'મોટો નિર્ણય' લીધો છે કે, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ટૂંકમાં કહીએ તો, ભારત હવે ઊર્જા ક્ષેત્રે દુનિયાનું નવું 'સુપરપાવર' બનવા જઈ રહ્યું છે.

| Updated on: Mar 30, 2026 | 8:06 PM
Share
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ ભારતના એનર્જી સેક્ટરમાં મોટું કદમ ઉઠાવતા OALP Round-XI લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ કદમ સાથે દેશમાં તેલ અને ગેસની શોધ માટે 2.6 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ખોલવામાં આવ્યો છે. સરકારનો હેતુ સ્થાનિક ઊર્જા ઉત્પાદન વધારવાનો, આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરવાનો છે. આ પહેલ દેશની એનર્જી સિક્યોરિટી માટે મહત્વની માનવામાં આવી રહી છે.

1 / 5
ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે હવે ઝડપથી સ્થાનિક સંસાધનોની શોધ પર ભાર મૂકી રહ્યું છે. આ જ દિશામાં હરદીપ સિંહ પુરીએ મોટી જાહેરાત કરી છે કે, OALP (Open Acreage Licensing Policy) નું Round-XI હવે લાઈવ થઈ ચૂક્યું છે. આ નવા રાઉન્ડ સાથે ભારતે જમીન અને સમુદ્ર બંનેમાં છુપાયેલા ઊર્જા સંસાધનોને શોધવા માટે મોટાપાયે વિસ્તાર ખોલી દીધો છે.

2 / 5
સરકારના જણાવ્યા અનુસાર, Round-X માં 25 બ્લોક્સ જોડાયેલ છે, જેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,82,589 ચોરસ કિલોમીટર છે. બીજું કે, Round-XI હેઠળ આશરે 80,228 ચોરસ કિલોમીટર વિસ્તાર એક્સપ્લોરેશન માટે રજૂ કરવામાં આવ્યો છે. એવામાં બંનેને મળીને આશરે 2,62,817 ચોરસ કિલોમીટર ક્ષેત્ર હવે તેલ અને ગેસની શોધ માટે ઉપલબ્ધ થઈ ગયું છે. આ અત્યાર સુધીના સૌથી મોટા એક્સપ્લોરેશન પુશમાંથી એક માનવામાં આવી રહ્યો છે. સરકારનું કહેવું છે કે, આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ ઉઠાવવામાં આવ્યું છે, જેને સમુદ્રમંથન પહેલ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ પહેલનો હેતુ બિડિંગ પ્રોસેસને ઝડપી બનાવવી, વધુ વિસ્તાર એક્સપ્લોરેશન માટે ખોલવો અને ભારતની એનર્જી સિક્યોરિટીને મજબૂત કરવા માટેનો છે.

3 / 5
પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યું કે, આ ભારતની એનર્જી જર્નીમાં એક નવો અધ્યાય છે. દેશ હવે પોતાની અંદર છુપાયેલા તેલ અને ગેસના ભંડારને શોધવા માટે ઝડપથી આગળ વધી રહ્યો છે. આનાથી માત્ર સ્થાનિક ઉત્પાદન જ નહીં વધે પરંતુ વિદેશી તેલ પરની નિર્ભરતા પણ ઓછી થશે. નિષ્ણાતોનું માનવું છે કે, આ પ્રકારના મોટા એક્સપ્લોરેશન પ્રોગ્રામથી આવનારા સમયમાં ભારતને ઊર્જા ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. સાથે જ, આનાથી રોકાણની નવી તકો પણ પેદા થશે અને રોજગારની તકો પણ વધશે.

4 / 5
તેલ અને ગેસ સેક્ટરમાં આ પગલું એટલા માટે પણ મહત્વનું છે, કારણ કે ભારત દુનિયાના સૌથી મોટા ઊર્જા આયાતકારોમાંનું એક છે. એવામાં સ્થાનિક ઉત્પાદન વધારવું સરકારની પ્રાથમિકતામાં સામેલ છે. કુલ મળીને, OALP Round-XI નું લોન્ચિંગ ભારત માટે માત્ર એક નીતિ વિષયક નિર્ણય નથી પરંતુ એક સ્ટ્રેટેજિક મૂવ છે, જે આવનારા સમયમાં દેશની આર્થિક અને એનર્જી મજબૂતીને નવી દિશા આપી શકે છે.

5 / 5

પેન, સહી અને ચેકબુક… બધું જ ખતમ! RBI લાવ્યું ‘E-Cheque’ નો જમાનો, 1 એપ્રિલ પછી બેંકિંગની દુનિયા બદલાઈ જશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">