Breaking News : એક નિર્ણય અને વકીલો મેદાને, ગુજરાતના આ જિલ્લામાં શું ચાલી રહ્યું છે? જુઓ Video
વકીલો આમતો લોકોના કાનૂની પ્રશ્નો હલ કરવામાં મોખરે હોય છે. પરંતુ બનાસકાંઠામાં કઈક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં વકીલોએ કોર્ટને શહેરથી 8 કિલોમીટર દૂર જગાણા ખસેડવાના નિર્ણય સામે મહારેલી યોજી.
બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના પાલનપુરમાં કોર્ટને શહેરથી આઠ કિલોમીટર દૂર જગાણા ખાતે ખસેડવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વકીલોએ એક વિશાળ મહારેલીનું આયોજન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ મુદ્દે વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વકીલોની મુખ્ય માંગણી છે કે પાલનપુર (Palanpur) કોર્ટને શહેરની અંદર જ રાખવામાં આવે અને વિવિધ કોર્ટને જગાણા ખાતે ખસેડવાના વર્તમાન નિર્ણયને તાત્કાલિક રદ કરવામાં આવે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વકીલોએ “જગાણા નહીં જાયેગી” જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વકીલ સમુદાયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ કોર્ટના સ્થળાંતરના આ મુદ્દે અંત સુધી લડત ચલાવવા માટે પ્રતિબદ્ધ છે. આ મહારેલી દ્વારા વકીલોએ સંબંધિત સત્તાવાળાઓને તેમની માંગણીઓ પ્રત્યે ગંભીરતાથી વિચારણા કરવા અને વકીલોના હિતમાં નિર્ણય લેવા અપીલ કરી છે. પાલનપુરના ન્યાયિક ક્ષેત્રમાં આ નિર્ણયની વ્યાપક અસર થવાની સંભાવના છે.
અમરેલી-ગાંધીનગરમાં પાછલા વર્ષોના એપ્રિલ મહિનાની સૌથી વધુ નોંધાઈ ગરમી
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
