AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો, બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો

Breaking News : ઝઘડિયાની મેટ્રોપોલિટન એક્ઝિકેમ દુર્ઘટનામાં માનવ અધિકાર આયોગનો સુઓમોટો, બે સપ્તાહમાં રિપોર્ટ માંગ્યો

| Updated on: Apr 30, 2026 | 1:41 PM
Share

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપલોટન એક્ઝિકેમ કેમિકલ કંપનીમાં ગત 23 એપ્રિલ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાના પડઘા હવે છેક દિલ્હી સુધી પડ્યા છે.

ભરૂચ: ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલીમેટ્રોપોલિટનએક્ઝિકેમ કેમિકલ કંપનીમાં ગત 23 એપ્રિલ 2026ના રોજ થયેલા ભીષણ વિસ્ફોટ અને આગની ઘટનાના પડઘા હવે છેક દિલ્હી સુધી પડ્યા છે. આ ગંભીર દુર્ઘટનામાં થયેલી જાનહાનિના મીડિયા અહેવાલોના આધારે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) એ સત્તાવાર રીતે ‘SUO MOTU નોંધ લીધી છે.

આયોગે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચ પોલીસ અધિક્ષકને નોટિસ પાઠવી રિપોર્ટ માંગ્યો છે. NHRC એ રાજ્ય સરકાર પાસે આગામી બે અઠવાડિયામાં આ આખી ઘટનાનો વિગતવાર રિપોર્ટ માંગ્યો છે. આ ઘટનામાં અત્યારસુધી 3 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આયોગે રિપોર્ટમાં કઈ વિગતો માંગી છે?

  • પીડિતોની સ્થિતિ: દુર્ઘટનામાં કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા છે. હાલમાં 10 કામદારો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જ્યારે 3 ને રજા આપવામાં આવી છે. આ તમામની આરોગ્ય સ્થિતિની વિગતો માંગી છે.
  • તપાસની પ્રગતિ: પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટના પાછળ જવાબદાર લોકો સામે શું કાર્યવાહી કરવામાં આવી તેની તપાસનો પ્રોગ્રેસ રિપોર્ટ.
  • વળતરની વિગત: પીડિત પરિવારો અને ઇજાગ્રસ્તોને કોઈ આર્થિક સહાય કે વળતર ચૂકવવામાં આવ્યું છે કે કેમ, તેની સ્પષ્ટતા પણ આયોગે માંગી છે.

ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલની આ આગે ઔદ્યોગિક સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા હતા. હવે જ્યારે માનવ અધિકાર આયોગે હસ્તક્ષેપ કર્યો છે,ત્યારે જવાબદાર અધિકારીઓ અને કંપની સંચાલકો સામે ગાળિયો કસાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">