Breaking News : મહીસાગરના બાલાસિનોર ST બસ ડેપોમાં બસની ફિલ્મી ઢબે ચોરી, જુઓ Video
મહીસાગર જિલ્લાના બાલાસિનોર ST બસ ડેપોમાં બનેલી આ ચોરીની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની ગંભીર ખામીઓ બહાર પાડી છે. અજાણ્યા શખ્સે સહેલાઈથી બસ લઈ ફરાર થવાથી તંત્રની કામગીરી પર પ્રશ્નો ઊભા થયા છે.
મહીસાગર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં બાલાસિનોર ST બસ ડેપોમાંથી એક બસની ફિલ્મી ઢબે ચોરી કરવામાં આવી હતી. આ ઘટના બાદ તંત્ર અને પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, 28 એપ્રિલની સાંજે એક અજાણ્યો શખ્સ ST બસ ડેપોના વર્કશોપમાં પ્રવેશ્યો હતો. ત્યાંથી તેણે એક બસ લઈને ફરાર થઈ ગયો હતો. બસની ચોરીની ઘટના સામે આવતા જ ડેપો તંત્ર સતર્ક બની ગયું હતું અને તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
બસની શોધખોળ માટે પોલીસ દ્વારા તાત્કાલિક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આશરે 3 કલાકની ભારે શોધખોળ બાદ કઢૈયા ગામની સીમમાં ઝાડીઓ વચ્ચે આ બસ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જોકે, આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
આ ઘટનાને લઈને ડેપો મેનેજરે અજાણ્યા શખ્સ સામે લેખિત ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચાલુ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે ST બસ ડેપોની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
દારૂ પીતા પહેલા ગ્લાસમાંથી જમીન પર થોડા છાંટા કેમ નાખવામાં આવે છે? તમે નહીં જાણતા હોવ કારણ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
