Breaking News : અંબાલાલ પટેલની મોટી આગાહી! 6થી 12 મે દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઇ જશે, આજથી મળશે ગરમીથી રાહત, જુઓ Video
હંમેશા હવામાનને લગતી આગાહી કરનાર અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. જેમાં તેમણે ગરમીથી રાહત મળવાની આગાહી તો કહી છે. સાથે જ કહ્યુ છે કે હાલમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન હજુ પણ 40થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ ભેજવાળા પવનો અને વાતાવરણમાં ફેરફારને કારણે ગરમીની તીવ્રતા થોડા અંશે ઓછી અનુભવાશે.
ગુજરાતમાં પ્રચંડ ગરમી વચ્ચે હવે લોકોને થોડી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનના જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે પશ્ચિમ વિક્ષેપના અસરથી આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ થોડું ઘટી શકે છે.
હજુ પણ 40થી 42 ડિગ્રી આસપાસ રહેશે તાપમાન
હાલમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન હજુ પણ 40થી 42 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે, પરંતુ ભેજવાળા પવનો અને વાતાવરણમાં ફેરફારને કારણે ગરમીની તીવ્રતા થોડા અંશે ઓછી અનુભવાશે. તેમ છતાં, 8 મે પછી ફરી એકવાર તાપમાનમાં વધારો થઈ શકે છે અને 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.
કેટલાક વિસ્તારોમાં પડશે માવઠું
આગાહી મુજબ 6થી 12 મે દરમિયાન રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે.
11થી 20 મે વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંધી-વંટોળ આવશે
સાથે જ 11થી 20 મે વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં આંધી-વંટોળ આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેથી ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. આમ, આવનારા દિવસોમાં ગરમીમાંથી થોડી રાહત મળવાની શક્યતા હોવા છતાં, તાપમાનમાં ફરી વધારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોમાં સાવચેતી રાખવાની જરૂર છે.
આ પણ વાંચો- Breaking News : AI અને ડીપફેકથી અમદાવાદમાં મોટું સાયબર કૌભાંડ, 4 આરોપી ઝડપાયા
