AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ, હવામાનના જાણકારે કરી મોટી આગાહી, જુઓ Video

ભલે ને હોય અલ નીનો, ગુજરાતમાં તો સારું જ રહેવાનું છે ચોમાસુ, હવામાનના જાણકારે કરી મોટી આગાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2026 | 8:02 PM
Share

ગુજરાતમાં વર્ષ 2026ના નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતે આશાજનક આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું સામાન્યથી મધ્યમ સ્તરનું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ પણ પૂરતો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતભરના ખેડૂતોને ચોમાસાના વરસાદને ( Monsoon 2026 ) લઈને હાશકારો મળે તેવી આગાહી હવામાન અંગેના જાણકારે કરી છે. આ વર્ષના નૈઋત્યના ચોમાસા ઉપર અલ નીનોની અસર વર્તાશે તેવી આગાહી હોવા છતા, ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસતા કુલ વરસાદમાં કોઈ બહુ મોટો ફેરફાર થવાની શકયતા નથી.

ગુજરાતમાં વર્ષ 2026ના નૈઋત્યના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાતે આશાજનક આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું સામાન્યથી મધ્યમ સ્તરનું રહેવાની સંભાવના છે. ગુજરાતમાં ચોમાસાનો વરસાદ પણ પૂરતો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાનના જાણકારે કરેલા વિશ્લેષણ અનુસાર, આ વર્ષે અલ નીનો (El Niño) સક્રિય થવાની શક્યતા હોવા છતાં, ગુજરાતમાં ચોમાસા પર તેની ખાસ નકારાત્મક અસર જોવા નહીં મળે. અંદાજ મુજબ રાજ્યમાં કુલ સરેરાશ વરસાદના લગભગ 90 થી 95 ટકા વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

નિષ્ણાતો કહે છે કે ચોમાસું સામાન્ય રીતે જે સમયગાળામાં શરૂ થાય છે, તે જ સમય દરમિયાન આ વર્ષે પણ ગુજરાતમાં પ્રવેશી શકે છે. એટલે કે, વરસાદના આગમનમાં ખાસ મોડું થવાનું અનુમાન હાલમાં તો દેખાતું નથી. આગાહી મુજબ સમગ્ર સિઝનમાં વરસાદનું પ્રમાણ એકંદરે મધ્યમથી સારું રહેવાની શક્યતા છે અને અલ નીનોની અસર હોવા છતા પણ, ગુજરાતમાં ચોમાસું નબળું રહે તેવી કોઈ મોટી શક્યતા હાલ નજરે પડતી નથી. જેના કારણે ખેતી અને પાણી સંસાધનો માટે આ સીઝન રાહતદાયક સાબિત થઈ શકે છે.

દાહોદમાં ભાજપના વિકાસે વાળ્યું રાજકીય વેર ! ઉમેદવાર હારતા સરકારી ગ્રાન્ટમાંથી નાખેલી સોલાર લાઈટો ઉતારીને લઈ ગયા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">