અમરેલીમાં નાઈટ કોમ્બિંગ દરમિયાન ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિઝિટથી પોલીસ બેડામાં મચી દોડધાામ- Photos
અમરેલી જિલ્લામા પોલીસના નાઈટ કોબિંગ દરમ્યાન ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર અડધી રાતે સરપ્રાઈઝ ચેકીંગ કરવા પહોંચ્યા હતા, તેમની સરપ્રાઈઝ વિઝિટથી અમરેલી પોલીસ બેડામાં દોડધમ મચી ગઈ હતી. આ દરમિયાન રેન્જ આઈજીપી એ તમામ પોલીસ પોઈન્ટની મુલાકાત કરી હતી.


અમરેલી જિલ્લા પોલીસ તંત્ર 2 દિવસથી રાત્રીના કોબિંગ નાઈટ હોવાથી પોલીસ એલર્ટ રહી વાહન ચેકીંગ, હોટલ ચેકીંગ અધિકારીઓ સાથે કોબિંગ નાઈટમાં પોલીસ અધિકારીઓ સહિત પેટ્રોલિંગ કરતા હોય છે. આ નાઈટ કોમ્બિંગ દરમ્યાન અડધી રાતે ભાવનગર આઈજીપી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા. અમરેલી શહેરમાં કેટલાક વાહનોને બ્લેક ફિલ્મ હટાવી દંડ ફટકાર્યો અને હાઇવે શહેરના અલગ પોલીસ પોઇન્ટ ઉપર કાર્યક્ષમતા પોલીસ કર્મચારીઓની ચકાસી હતી.

ઉપરાંત અમરેલીના નાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાજકોટ જવા માટે એક મહિલા જોવા મળતા કોઈ વાહન વ્યવહાર ન હોવાથી ગૌતમ પરમાર દ્વારા પોલીસ કંટ્રોલ પર કોલ કરી શી ટીમને બોલાવી રાત્રી રોકાણ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

શહેરના જીવાપરાના ઢાળ, માર્કેટીંગ યાર્ડ, રાજકમલ ચોક, નાના બસસ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં રેન્જ આઈજીપી ગૌતમ પરમાર જાતે વાહન ચેકીંગ કરતા જોવા મળ્યા હતા. ઉપરાંત નંબર પ્લેટ કે બ્લેક ફિલ્મ વાળા નિયમ ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસ કર્મચારીઓ કેવી રીતે વાહન ચેકીંગ કરી રહ્યા છે તેની જાત ચકાસણી કરી કેટલાક પોલીસ કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી.

ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમારની સરપ્રાઈઝ વિજીટ દરમ્યાન હાઇવે ઉપર બેરીકેટ લગાવ્યા ન હતા. જેના કારણે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોબિંગ નાઈટ હોવાને કારણે એ.એસ.પી.વલય વૈદ્ય,ડી.વાય.એસ.પી.કક્ષાના અધિકારીઓ અલગ અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા.

ભાવનગર રેન્જ આઈજીએ કંટ્રોલરૂમની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. 100 નંબર પર આવતા કોલને કેવી રીતે અટેન્ડ કરવા, તેનુ જરૂરી માર્ગદર્શન પૂરુ પાડ્યુ. લોકોના કોલ આવે તો સામેવાળાને કેવી રીતે જવાબ આપવા, કેવી રીતે વાતચીત કરવી તે કંટ્રોલ પર કોલ કરી સૂચના આપવામાં આવી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી રેન્જ આઈજીપીની અમરેલી જિલ્લામાં અવરજવર વધી છે, છેલ્લા થોડા દિવસોથી તેઓ સતત પોલીસ અધિકારીઓ સાથે બેઠકો યોજી કડક સૂચના આપી રહ્યા છે અને કાયદો વ્યવસ્તા જળવાઈ રહે તે માટે કડક આદેશો બાદ જાતે જ સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા છે. Input credit- Jaudev Lathi- Amreli
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો






































































