AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : 4,00,000 થી વધુ રોકાણકારોને ફાયદો ! દિવાળી પહેલા જ કંપનીએ રોકાણકારોને ‘ભેટ’ આપી, તમને ફાયદો થશે કે નહીં ?

દિવાળી પહેલા જ એક 'AMC' એ બોનસ શેર ઓફરની જાહેરાત કરી છે. ટૂંકમાં 4,00,000 થી વધુ રોકાણકારોને આનો લાભ મળશે. હવે આ કંપની કઈ છે અને શું તમને આનો લાભ મળશે કે નહીં? તે સમજવું જરૂરી છે...

| Updated on: Oct 15, 2025 | 8:19 PM
Share
કંપનીએ દિવાળી પહેલા જ શેરધારકોને ખુશખબરી આપી દીધી છે. કંપનીએ 1:1 રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂની જાહેરાત કરી છે. સરળ રીતે કહીએ તો, એક શેર ધરાવતા રોકાણકારોને વધારાનો શેર મળશે.

1 / 7
આ પહેલી વાર છે જ્યારે કંપનીએ તેના લિસ્ટિંગ પછી 'બોનસ શેર' ઓફર કરવાની જાહેરાત કરી હોય. કંપનીના બોર્ડની બેઠક 15 ઓક્ટોબરના રોજ થઈ હતી, જેમાં બોનસ ઇશ્યૂને મંજૂરી આપવામાં આવી હતી.

2 / 7
કંપનીની તરફથી એક્સચેન્જને રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવાયું છે કે, બોનસ શેર માટેની રેકોર્ડ તારીખ 26 નવેમ્બર, 2025 નક્કી કરવામાં આવી છે. આ તારીખ સુધી શેર રાખનારા રોકાણકારોને બોનસ મળશે. જણાવી દઈએ કે, વર્ષ 2018 માં લિસ્ટિંગ થયા પછીનો આ પહેલો બોનસ ઇશ્યૂ છે.

3 / 7
અત્યાર સુધી કંપનીએ રોકાણકારોને બોનસને બદલે ડિવિડન્ડ દ્વારા રિટર્ન આપ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2018 થી કંપનીએ પ્રતિ શેર ₹330 થી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું છે.

4 / 7
BSE પર જૂન ક્વાર્ટરના શેરહોલ્ડિંગની માહિતી અનુસાર, HDFC AMCમાં 4,00,000 થી વધુ રિટેલ રોકાણકારોનો હિસ્સો છે. નાના રોકાણકારો એવા છે કે, જેમની પાસે ₹2 લાખ સુધીના શેરહોલ્ડિંગ છે. આવા શેરધારકો કંપનીમાં 6.51% હિસ્સો ધરાવે છે. આ દરમિયાન, પ્રમોટર્સ 52.4% હિસ્સો ધરાવે છે. પ્રમોટર ગ્રુપમાં HDFC અને સ્ટાન્ડર્ડ લાઇફ (મોરિશિયસ) હોલ્ડિંગ્સનો સમાવેશ થાય છે.

5 / 7
સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2-FY26) માં, કંપનીનો ચોખ્ખો નફો 24.6% વધીને ₹718.3 કરોડ થયો, જ્યારે આવક 15.8% વધીને ₹1,027.4 કરોડ થઈ. હાલમાં મજબૂત પરિણામો અને બોનસ ઇશ્યૂને કારણે શેરમાં ઉછાળો જોવા મળ્યો છે.

6 / 7
બુધવારે 15 ઓક્ટોબરના રોજ HDFC AMCના શેર 1.9% વધીને ₹5,709 થયા. HDFC AMCના આ પગલાથી મ્યુચ્યુઅલ ફંડ સેક્ટરમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. આ બોનસ શેર ઇશ્યૂથી ફક્ત લોન્ગ ટર્મના રોકાણકારોને ફાયદો થશે એન એમાંય સ્ટોક લિક્વિડિટીમાં પણ વધારો થશે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે.વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">