Bank of Baroda માં જમા કરો 2 લાખ રૂપિયા, મેળવો 30,228 રૂપિયાનું ફિક્સ વ્યાજ, જાણો વિગત
બેંક ઓફ બરોડા ગ્રાહકોને આકર્ષક FD વ્યાજ દરો ઓફર કરી રહી છે. ₹2 લાખની FD પર 7.20% સુધી વ્યાજ મળી શકે છે, જેનાથી તમને ₹30,228 સુધી ની કમાણી થશે.

બેંક ઓફ બરોડા પોતાના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર આકર્ષક વળતર આપી રહી છે. જો તમે આ સરકારી બેંકમાં ₹2 લાખ જમા કરાવશો, તો તમને પાકતી મુદતે ₹30,228 સુધીનું નિશ્ચિત વ્યાજ મળશે. હાલ બેંકમાં FD ખાતું 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીના સમયગાળા માટે ખોલી શકાય છે. બેંક ગ્રાહકોને 3.50 ટકા થી 7.20 ટકા સુધીનો વ્યાજ દર આપી રહી છે.

બેંક ઓફ બરોડા હાલમાં સૌથી વધુ વ્યાજ 444 દિવસની FD પર આપી રહી છે. સામાન્ય નાગરિકોને 6.60 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.10 ટકા અને સુપર સિનિયર સિટીઝનને 7.20 ટકા વ્યાજ મળી શકે છે. 2 વર્ષની FD યોજનામાં સામાન્ય નાગરિકોને 6.50 ટકા, વરિષ્ઠ નાગરિકોને 7.00 ટકા અને સુપર સિનિયર સિટીઝનને 7.10 ટકા વ્યાજ મળે છે.

જો તમે સામાન્ય નાગરિક છો અને તમારી ઉંમર 60 વર્ષથી ઓછી છે, તો બેંક ઓફ બરોડામાં 2 વર્ષની FD યોજનામાં ₹2 લાખ જમા કરાવતા પાકતી મુદતે તમને કુલ ₹2,27,528 મળશે, જેમાં ₹27,528 નું વ્યાજ સામેલ છે.

જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો પાકતી મુદતે તમને કુલ ₹2,29,776 મળશે, જેમાં ₹29,776 નું વ્યાજ સામેલ છે. જ્યારે સુપર સિનિયર સિટીઝન તરીકે ₹2 લાખની FD કરાવતા પાકતી મુદતે તમને ₹2,30,228 મળશે, જેમાં ₹30,228 નું વ્યાજ સામેલ છે.

શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની વધતી લોકપ્રિયતા વચ્ચે પણ FD આજેય સલામત રોકાણ તરીકે જાણીતી છે. તેમાં રોકાણકારોને મૂડી સુરક્ષિત રહે છે અને પાકતી મુદતે નિશ્ચિત વ્યાજ સાથે પરત મળે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી)
ભારતમાં બેંકિંગ ક્ષેત્રનો ઈતિહાસ 200 વર્ષ જૂનો છે. ભારતમાં બેંકિંગની શરૂઆત અંગ્રેજોના સમયમાં થઈ હતી. બેંકના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..
