AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma Comeback : 8 વર્ષ બાદ 1800 કરોડની ફિલ્મના એકટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા! Upcoming ફિલ્મને લઈ આવ્યું અપડેટ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા લગભગ આઠ વર્ષથી રૂપેરી પડદાથી દૂર છે. ચાહકો તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે એવી ચર્ચા છે કે તેઓ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે ફિલ્મ 'AA22xA6' દ્વારા દક્ષિણ ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરી શકે છે.

| Updated on: Mar 22, 2026 | 5:22 PM
Share
Actress Anushka Sharma: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ઘણા સમયથી રૂપેરી પડદાથી દૂર છે, જેના કારણે તેમના ચાહકો લાંબા સમયથી તેમના કમબેકની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા લગભગ આઠ વર્ષમાં અભિનેત્રી તરીકે તેમની કોઈ નવી ફિલ્મ રિલીઝ થઈ નથી. જોકે હવે તેમના કમબેકને લઈને કેટલીક મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે, જે ચાહકો માટે ખુશીની વાત બની શકે છે.

1 / 7
અનુષ્કા શર્મા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. તેમણે પોતાની કારકિર્દીમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને અલગ-અલગ પ્રકારની ભૂમિકાઓથી પોતાની આગવી ઓળખ બનાવી છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી તેઓ અભિનયથી દૂર રહી છે. તેમના કમબેક અંગે ઘણી વખત અફવાઓ સામે આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નહોતી. હવે ફરી એકવાર તેમના નવા પ્રોજેક્ટ અંગે ચર્ચાઓ તેજ બની છે.

2 / 7
આ વખતનો કમબેક માત્ર વાપસી જ નહીં, પરંતુ એક નવો ડેબ્યૂ પણ બની શકે છે. અહેવાલો અનુસાર, અનુષ્કા શર્મા દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી શકે છે. દક્ષિણ ભારતીય ફિલ્મોની વધતી લોકપ્રિયતા અને પેન-ઇન્ડિયા પ્રોજેક્ટ્સના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને, તેઓ આ દિશામાં આગળ વધી શકે છે.

3 / 7
માહિતી મુજબ, અનુષ્કા શર્મા દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ AA22xA6 સાથે વાપસી કરી શકે છે. જો આ પ્રોજેક્ટ ફાઈનલ થાય છે, તો તે તેમની માટે સાઉથ સિનેમામાં પ્રથમ ફિલ્મ બની રહેશે. જોકે હાલ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલાં અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ચકડા 'એક્સપ્રેસ દ્વારા કમબેક કરવાની હતી. પરંતુ કેટલાક અજાણ્યા કારણોસર આ પ્રોજેક્ટ અટકી ગયો અને ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી.

4 / 7
ફિલ્મ AA22xA6 વિશે વાત કરીએ તો, આ પ્રોજેક્ટ પુષ્પા 2 પછી અલ્લુ અર્જુનનો મોટો પ્રોજેક્ટ માનવામાં આવે છે. આ ફિલ્મ સમાંતર બ્રહ્માંડના કન્સેપ્ટ પર આધારિત હોવાની ચર્ચા છે. ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર એટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમણે શાહરુખ ખાન સાથે મોટી હિટ ફિલ્મો આપી છે.

5 / 7
અહેવાલો મુજબ, ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. સાથે જ અલ્લુ અર્જુન આ ફિલ્મમાં અનેક અલગ-અલગ પાત્રોમાં જોવા મળી શકે છે.

6 / 7
હાલમાં ફિલ્મ અંગે વધુ સત્તાવાર અપડેટ્સ સામે આવ્યા નથી. જોકે, એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અલ્લુ અર્જુનના જન્મદિવસે ફિલ્મનો ટીઝર અથવા ટાઇટલ જાહેર કરવામાં આવી શકે છે.

7 / 7

શકીરાનો ભારતમાં મ્યુઝિક કોન્સર્ટ પોસ્ટપોન કરાયો, જાણો કારણ

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી

પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો

જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ

અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !

Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!

ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા

Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video

આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા

g clip-path="url(#clip0_868_265)">