AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાના પાટેકરને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની અંતિમ સલામ, કહ્યું- તેમની વાતો દુનિયા હંમેશા યાદ રાખશે

નાના પાટેકરના નિધન પર ક્રિકેટ જગત પણ શોકમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓએ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. નાના પાટેકરના ફેવરીટ ક્રિકેટરો સચિન તેંડુલકર અને વિરાટ કોહલએ નાનાને અંતિમ સલામ કરી હતી.

નાના પાટેકરને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની અંતિમ સલામ, કહ્યું- તેમની વાતો દુનિયા હંમેશા યાદ રાખશે
Sachin Virat respects to Nana PatekarImage Credit source: PTI/X
| Updated on: Oct 08, 2026 | 5:34 PM
Share

નાના પાટેકરના પ્રિય ક્રિકેટરો, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પણ તેમના નિધનથી દુઃખી છે. નાના પાટેકરના નિધનના દુ:ખદ સમાચાર સાંભળીને ભારતીય ક્રિકેટમાં પોતપોતાના યુગના આ બે ઉત્કૃષ્ટ બેટ્સમેન ખૂબ જ શોકમાં છે. બંને ખેલાડીઓએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. વિરાટ અને સચિને નાનાને અંતિમ સલામ કરી અને શ્રદ્ધાંજલિ આપી. વિરાટ કોહલીએ નાના પાટેકર વિશે બે વાતો પણ શેર કરી જે તેનું માનવું છે કે આજે અને ભવિષ્યમાં યાદ રાખવામાં આવશે.

પેઢીઓ નાનાની વાતો યાદ રાખશે – વિરાટ

વિરાટ કોહલીએ નાના પાટેકરને ભારતીય સિનેમાના લેજન્ડ ગણાવ્યા છે. કોહલીએ કહ્યું કે નાના પાટેકરનું કાર્ય અને તેમનો વારસો પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. નાના પાટેકર જી. ઓમ શાંતિ.

નાના પાટેકર ડાઉન ટુ અર્થ – સચિન તેંડુલકર

સચિન તેંડુલકરે નાના પાટેકરને એક સારા વ્યક્તિ તરીકે યાદ કર્યા. તેમણે નાના વિશે લખ્યું, “તેઓ સ્પષ્ટવક્તા અને સાચા દિલના હતા. તેમણે પોતાનું કામ પ્રામાણિકતાથી કર્યું, પછી ભલે તે મરાઠી હોય કે હિન્દી. તેમણે ભજવેલા દરેક પાત્રમાં જીવ રેડ્યો અને એકદમ વાસ્તવિક બનાવી દીધું. તેમના નિધનની વાત સાંભળીને ખૂબ દુઃખ થયું.”

નાના પાટેકર સચિન-વિરાટના મોટા ફેન

વિરાટ કોહલી અને સચિન તેંડુલકર ભલે ખૂબ ઓછા સમય માટે ભારત માટે એકસાથે ક્રિકેટ રમ્યા હોય, પરંતુ નાના પાટેકર તેમની રમવાની શૈલીના પ્રશંસક હતા. વિરાટ કોહલી અને સચિન તેંડુલકરે નાના પાટેકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમને સલામ કરી હતી.

Breaking News: ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, આ તારીખે થશે ટક્કર, જાણો અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">