Breaking News : IND vs WI પહેલી T20માં વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો, આ છે કારણ
વૈભવ સૂર્યવંશીને વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી T20Iમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું નથી. એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલમાં રમ્યા બાદ ટીમમાં પરત ફરેલા વૈભવને બેન્ચ પર બેસાડવામાં આવ્યો છે. તેના સ્થાને નમન ધીરને તક આપવામાં આવી છે. લખનૌની પરિસ્થિતિ અને ટીમ કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિણર્ય લીધો હતો.

ટોસ બાદ જ્યારે ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી ત્યારે વૈભવ સૂર્યવંશીનું નામ તેમાં નહોતું.

15 વર્ષીય વૈભવ સૂર્યવંશી એશિયન ગેમ્સની સેમિફાઈનલ અને ફાઈનલ રમી ચૂક્યો હતો, જોકે, ભારત પરત ફર્યા બાદ તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે વૈભવ સૂર્યવંશીને બહાર કરીને નમન ધીરને પ્લેઈંગ ઈલેવનમાં તક આપી હતી.

અર્શદીપ સિંહ પણ ટીમમાં પાછો ફર્યો હતો અને ફાસ્ટ બોલર મયંક યાદવને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો.

વૈભવ સૂર્યવંશીને બહાર કર્યા બાદ અનેક ફેન્સના મનમાં સવાલ આવ્યો હશે કે તેને બહાર કેમ કરવામાં આવ્યો. તે તેનો જવાબ છે ટીમ કોમ્બિનેશન.

જાપાનમાં, ટીમ ઈન્ડિયાએ એક વધારાનો બેટ્સમેન અને એક સ્પિન ઓલરાઉન્ડર મેદાનમાં ઉતાર્યો હતો કારણ કે ત્યાંની પિચો સ્પિનરોને અનુકૂળ હતી.

જોકે, લખનૌમાં પરિસ્થિતિ અલગ છે, તેથી વૈભવને બેન્ચ પર રાખવામાં આવ્યો હતો, અને અભિષેક અને સંજુ સેમસનને ઓપનિંગ ડ્યુટી સોંપવામાં આવી હતી.

નમન ધીરને તક આપવામાં આવી હતી કારણ કે તે એક સારો બેટ્સમેન અને સક્ષમ ઓફ-સ્પિનર બંને છે. તેણે તાજેતરની ODI શ્રેણીમાં પોતાની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. (PC:PTI/X/BCCI)
Breaking News : 49 છગ્ગા ફટકારી ટીમને ચેમ્પિયન બનાવનાર ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે T20I ડેબ્યૂ કર્યું
